માંડવી તાલુકાનાં ઘંટોલી ગામે થોડા દિવસો અગાઉ શિકારની શોધમાં આવેલા દીપડો કૂવામાં પડવાની ઘટના સામે આવી હતી જેનું રેસ્ક્યુ વન વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સુરક્ષાનાં પગલે વધુ દીપડા આંટાફેરા મારતા હોવાની સાવચેતીના પગલે પાંજરું મૂકવામાં આવ્યું હતું. જેમાં ઘાટ ફળિયામાં એક ઘરનાં પાછળ ફરી દીપડો પાંજરે પુરાયો હતો જેને જોવા માટે લોકોનું ટોળું ઊમટી પડયું હતું. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
તો બીજી તરફ માંડવી તાલુકાના તડકેશ્વર ગામની નવી નગરીમાં એક દીપડાએ વાછરડાનો શિકાર કરતાં લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તડકેશ્વર ગામે આવેલ નવી નગરી ફળિયામાં રહેતા એક ખેડૂત પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના ઘરની પાછળ કોઢારમાં તેઓ ગાય-ભેંસ બાંધે છે. ગત રાત્રે એક દીપડો તેમના કોઢારમાં ઘૂસી ગયો હતો અને ત્યાં બાંધેલા એક વાછરડા પર હુમલો કરી તેને ફાડી ખાધો હતો. સવારે મોહસીનભાઈ અને તેના પરિવારજનોએ ઉઠીને જોતાં વાછરડાનો શિકાર થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેમણે માંડવી વન વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માંડવી તાલુકામાં રોજબરોજ દીપડાના હુમલાના સમાચાર આવી રહ્યા છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application