રાજ્ય અને કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દેજો નહીં તો તમારૂ પેન્શન અટકી શકે છે. સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટરમાં 1 ઓક્ટોબરથી શરૂ થયેલી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની મુદ્દત આ મહિનાના અંતે પૂર્ણ થવાના આરે છે. જો કોઈ કારણોસર તમે નિશ્ચિત સમય પર લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા તો તમે આગામી મહિને અથવા ત્યારબાદ પણ લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. પરંતુ પેન્શન તો અટકી જ જશે, તે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવ્યા બાદ જ ફરી શરૂ થશે.
લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેના દસ્તાવેજ...
પીપીઓ નંબર,
આધાર નંબર,
બેન્ક ખાતાની વિગતો,
આધાર સાથે લિંક મોબાઈલ નંબર.
લાઈફ સર્ટિફિકેટ આ રીતે જમા કરાવી શકો છો...
લાઈફ સર્ટિફિકેટ પોર્ટલ,
"UMANG" મોબાઈલ એપ,
ડોરસ્ટેપ બેન્કિંગ,
પોસ્ટ ઓફિસમાં બાયોમેટ્રિક સાધનોના માધ્યમથી,
વીડિયો આધારિત કેવાયસીના માધ્યમથી,
ફેસ ઓથેન્ટિકેશન અને
બેન્કમાં.
દેશમાં 1 કરોડથી વધુ પરિવારજનો આ પેન્શનનો લાભ લઈ રહ્યા છે. જેમાં પેન્શનધારકનું લાઈફ સર્ટિફિકેટ અર્થાત જીવનનું પ્રમાણપત્ર અત્યંત જરૂરી છે. 60થી 80 વર્ષના તમામ પેન્શનધારકોએ આ સર્ટિફિકેટ જમા કરાવવુ અનિવાર્ય છે. જેથી નિયમિતપણે પેન્શનનો લાભ લઈ શકે. અને પેન્શનમાં થતાં ફ્રોડ અટકાવી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500