નફા ખોરી કરનાર વેપારીઓ સામે કન્ઝ્યુમર કોર્ટે આકરા તેવર આપનાવ્યાં છે.તાજેતરમાં જ ભરૂચ કન્ઝ્યુમર કોર્ટે મહત્તમ કિંમત કરતા પાંચ રૂપિયા વધારે લેનાર રિલાયન્સ ટ્રેંડઝ મોલને નફાખોરી કરવા સામે રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આશુતોષ નગરમાં રહેતા શૈલેન્દ્ર સોલંકીએ વડોદરાના રિલાયન્સ ટ્રેંડઝ મોલમાંથી લેકમે કમ્પનીની પ્રોડક્ટ ખરીદી હતી. જેમાં મોલ ઘ્વારા મહત્તમ કિંમત કરતા વઘુ રૂપિયા 5 વધારે લીધા હતા.શૈલેન્દ્ર સોલંકીએ રિલાયન્સ ટ્રેંડઝ વિરુદ્ધ એડવોકેટ રીમાં પટેલના માધ્યમથી કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદ તથા પુરાવાઓના આધારે કન્ઝ્યુમર કોર્ટે ગ્રાહક શૈલેન્દ્ર સોલંકીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
કોર્ટે નફાખોરી કરનાર રિલાયન્સ ટ્રેંડઝ મોલને રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. સાથે અરજી તારીખથી ચુકાદા સુધીના દિવસો સુધી રૂપિયા પાંચ વ્યાજ સહિત ચૂકવવા,વકીલ ફી ના રૂપિયા ત્રણ હજાર અને માનસિક હેરાનગતિના રૂપિયા ત્રણ હજાર પણ ચૂકવવાનો આદેશ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500