સુરત જિલ્લા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત રસમો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનિયર/સિનીયર નિરીક્ષકો દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૧ માસમાં વેપારી એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ ૪૯ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૪૧,૭૦૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સુરત અને તાપી જિલ્લાના કુલ ૪૨૭૫ વેપારી એકમોની ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી હાથ ધરી કુલ રૂા.૧૭,૪૬,૧૦૧ ની સરકારી ફી વસુલ કરવામાં આવી
સપ્ટે. માસમાં સુરત અને તાપી જિલ્લાના કુલ ૪૨૭૫ વેપારી એકમોની ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી હાથ ધરી કુલ રૂા.૧૭,૪૬,૧૦૧ ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. જ્યારે બે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના અલથાણ વિસ્તારમાં મોબાઈલ કોર્ટ દરમિયાન ૨૫ વેપારી એકમો સામે પ્રોસિકયુશન કેસ કરી રૂા.૧૫,૩૦૦ અને તાપી જિલ્લાના વ્યારા મેઈન વિસ્તારમાં મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૭ વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.૬૯૦૦ નો દંડ સ્થળ પર વસુલ કરાયો હતો.
તાપી જિલ્લાના ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે કુલ ૨ વેપારી એકમો, છાપેલ કિંમતમાં છેડછાડ કરવા બાબત કુલ ૪ વેપારી એકમો સામે પ્રોસીક્યુશન કેસ કરવામાં આવ્યાં
સુરત અને તાપી જિલ્લાના ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે કુલ ૨ વેપારી એકમો, છાપેલ કિંમતમાં છેડછાડ કરવા બાબત કુલ ૪ વેપારી એકમો સામે પ્રોસીક્યુશન કેસ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડિટીઝ તથા ગ્રાહક સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર અઠવાલાઈન્સ, સુરતનો સંપર્ક સાધવા આ કચેરીના મદદનીશ નિયંત્રકની યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500