Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

News update: ચોથા માળેથી દારૂની બોટલો નીચે ફેંકતા રાહદારીનું માથું ફાટ્યું, વ્યારા નગરનો બનાવ

  • July 05, 2023 

વ્યારા નગરમાં આવેલ સીટી મોલ નજીક અંજલિ ચેમ્બરના ચોથા માળેથી દારૂની બોટલો નીચે ફેંકતા રાહદારીના માથામાં વાગી હતી જેના કારણે રાહદારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર અર્થે લઇ જવામાં આવ્યો છે.


સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા નગરમાં સીટી મોલ નજીક આવેલ અંજલિ ચેમ્બરના ચોથા માળેથી આજરોજ સાંજે અચાનક દારૂની બોટલો નીચે ફેંકવામાં આવી હતી,આ દરમિયાન નીચે ચાલતા-ચાલતા જઈ રહેલા રાહદારી શખ્સના માથામાં દારૂની બોટલ વાગતા શખ્સ ત્યાં જ જમીન ઉપર ઢળી પડ્યો હતો,જોકે આ દરમિયાન આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા અને સીટી મોલના ચોથા માળેથી દારૂની બોટલો નીચે ફેંકનાર દારૂડિયાને પણ લોકો પકડી લાવ્યા હતા,જોતજોતામાં લોકોની ભીડ જામી ગઈ હતી.


દરમિયાન કોઈકે ઈમરજન્સી સેવા ૧૦૮ને કોલ કરતા સ્થળ પર પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્ત શખ્સ અને દારૂડિયાને પણ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે, જોકે આ દરમિયાન બનાવ સ્થળ પર દોડી આવેલ સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.દારૂની બોટલ જેના માથામાં વાગી હતી તે ઈજાગ્રસ્ત શખ્સનું નામ મહેશભાઈ ગામીત (ટાઉનશીપ)માં દુકાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.હાલ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application