Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Paytmએ કર્મચારીઓ પાછળ થતો ખર્ચ ઘટાડવા માટે 1000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

  • December 26, 2023 

ડીજિટલ પેમેન્ટ કંપની Paytmની પિતૃક કંપની વનનાઇનસેવન કોમ્યુનિકેશન લિમિટેડે કંપનીઓના કર્મચારીઓ પાછળ થતો ખર્ચ ઘટાડવા માટે 1000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. Paytmનાં પ્રવક્તાએ કર્મચારીઓની છટણી કરવાના રિપોર્ટને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ઓપરેશન અને માર્કેટિંગ ડિવિઝનમાં કર્મચારીઓ ઘટાડવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર Paytmએ ઓક્ટોબરમાં કર્મચારીઓની છટણી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.




Paytm કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, કંપની એઆઇના ઉપયોગથી કર્મચારીઓ પાછળ થતાં ખર્ચમાં 10થી 15 ટકાનો ઘટાડો કરવા માંગે છે. કંપનીનાં જણાવ્યા અનુસાર તે આગામી વર્ષે કોર પેમેન્ટ બિઝનેસમાં કર્મચારીઓની સંખ્યામાં 15 હજારનો વધારો કરવા માંગે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application