Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Paytm કંપની (UPI) પ્લેટફોર્મને ચલાવવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનને પસંદ કરી શકે છે...

  • February 11, 2024 

Paytmની બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાયો હોવાથી કંપની સંકટનો સમાનો કરી રહી છે. આવી સ્થિતિમાં, Paytm બ્રાન્ડ કંપની કોઈપણ વિક્ષેપ વિના તેના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પ્લેટફોર્મને ચલાવવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનને પસંદ કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ તેની વિગતોની ચર્ચા કરવા માટે UPIનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નો સંપર્ક કર્યો છે.


પેટીએમ એપ તમામ યુપીઆઈ હેન્ડલ્સ પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા કરે છે. Paytm એપ પર તે એકમાત્ર PSP (પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર) બેંક છે. જો Paytm પેમેન્ટ્સ બેંક (PPBL) 29 ફેબ્રુઆરી પછી તેની બેંકિંગ કામગીરી બંધ કરે , તો તે PSP તરીકે કામ કરી શકશે નહીં. ઉપરાંત, તે પ્લેટફોર્મ પર કોઈપણ UPI ટ્રાન્ઝેક્શન માટે કામ કરશે નહીં. આવી સ્થિતિમાં Paytm એપ UPI ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી ન શકે તેવી સ્થિતિ ઉભી થવાની શક્યતા છે.


Paytm એપ પર યુઝર્સ મોટા પાયે UPI નો ઉપયોગ કરે છે. One 97 Communication Limited, Paytm બ્રાન્ડ ચલાવતી કંપની, હાલમાં UPI પ્લેટફોર્મ તરીકે અન્ય કોઈપણ કોમર્શિયલ બેંક સાથે કોઈ જોડાણ ધરાવતી નથી. Paytm પેમેન્ટ્સ બેંક પોતે PSP તરીકે કામ કરે છે. PSP કોઈપણ બેંક હોઈ શકે છે, જે UPI ને બેંકિંગ ચેનલ સાથે જોડે છે.


હાલમાં, UPI ચૂકવણી કરવા માટે, Paytm વપરાશકર્તાઓ વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) નો ઉપયોગ કરે છે, જે @paytm સાથે આવે છે. 1 માર્ચથી, VPA અન્ય બેંક એટલે કે @paytm ને બદલે ગ્રાહકો માટે અલગ બેંક હેન્ડલથી બદલાશે. રિપોર્ટ અનુસાર, Paytm આ માટે ત્રણ કે તેથી વધુ બેંકોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે UPI પેમેન્ટ માટે Paytm HDFC બેંક, Axis બેંક અને યસ બેંક yes bank સાથે વાત કરી રહ્યું છે.


રિપોર્ટ અનુસાર, બેંકિંગ સેવાઓ બંધ થયા પછી, Paytm પેમેન્ટ્સ બેંક ચૂકવણી સેવાઓ બંધ કરશે, તેથી ભવિષ્યમાં Paytm એપ્લિકેશન થર્ડ પાર્ટી એપ બની જશે, જે અન્ય બેંકો દ્વારા UPI સેવા આપશે. જેમ PhonePe, Google Pay, Amazon Pay અને અન્ય ઓનલાઈન પેમેન્ટ એપ્સ સેવાઓ પૂરી પાડે છે, તે રીતે Paytm પણ કામ કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application