Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી ૧લી જૂનથી તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંકવણા ડિજીટલ સિસ્ટમ થી કરાશે

  • May 30, 2021 

પંચાયતી રાજના પ્રથમ પગથિયા સમાન ગ્રામ પંચાયતના વહીવટમાં નાણાંની ચુકવણી સિધી અને ઝડપી બનાવવા માટે ગુજરાત સરકાર નવું કદમ ઉઠાવવા જઈ રહી છે અને આગામી ૧લી જૂનથી ૧૫ મા નાણાપંચ ની તમામ ચુકવણી ડિજિટલ થઈ જશે જેમાં સરપંચ અને તલાટી કમ મંત્રીની કી.પાસવડૅ અને યુઝર નેમ અલગ થી આપવામાં આવશે. જેમાં સુરત જિલ્લા પંચાયતની ૫૪૭ ગ્રામ પંચાયતોને પણ આ નિયમ લાગુ પડી જશે ત્યારે ખાસ કરીને અલ્પ શિક્ષિત મહિલા સરપંચો વાળી ગ્રામ પંચાયતોમાં સરપંચ પતિદેવોની મનમાની વધી જશેની આશંકા વર્તુળોમાં ઉઠવા પામી છે.

 

 

 

 

વિગતો મુજબ સરકારની વિવિધ પ્રકારના યોજનાના લાભો ગ્રામકક્ષાએ ગ્રામ પંચાયત મારફતે થાય છે ગ્રામપંચાયતના વહીવટમાં ચેક સિસ્ટમના કારણે આપનાર અને લેનાર ના બેંક ખાતા અલગ હોય તો કલિયરનસ માં સમય લાગતો હતો. જેથી રાજ્ય સરકાર દ્વારા આગામી ૧લી જુનથી ૧૫માં નાણાપંચ ની ચુકવણી ડિજીટલ સિસ્ટમ થી કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયતોએ ડિજિટલ કી.અને ની.એફ.એમ.એસ. સિસ્ટમથી ચૂકવણી કરવાની રહેશે. જેમાં સરપંચ અને તલાટી ને કી.પાસવડૅ અને યુઝર્સ નેમ અલગ-અલગ આપવામાં આવશે સરકાર દ્વારા ડિજિટલ ચૂકવણી કરવાની અપાયેલી સૂચનાને પગલે અત્યારે કી રજિસ્ટ્રેશનની કાર્યવાહી ની પ્રક્રિયા ઝુંબેશ રૂપે ચાલુ હોવાનું જાણવા મળે છે. સુરત જિલ્લાની ૫૪૭  ગ્રામ પંચાયતો ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી અને તેમના એકાઉન્ટન્ટ તથા જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી અને એકાઉન્ટન્ટને કી ફાળવી દેવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ ચુકવણા ની પૂર્વ તૈયારીરૂપે વર્ષ ૨૦૨૦-૨૧ ના ૧૪ માં અને ૧૫ માં નાણાપંચ ના રોજ મેળ ઓનલાઈન કરવામાં  આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

 

 

કેટલાક સરપંચો ને ઈમેલ શું છે એજ ખબર નથી હોતી...!

સરકારનો ઉદ્દેશ સારો છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ જે મહિલા સરપંચોને માત્ર સહી જ કરતા આવડે છે તેવા સરપંચો માટે આ ડિજિટલ ચુકવણું કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે કોમ્પ્યુટર માસ્ટર હોય તેને પણ આ સિસ્ટમ માં તકલીફ પડતી હોય છે કેટલાક મહિલા સરપંચોને ઇમેઇલ શું છે એની ખબર જ હોતી નથી સરપંચ ઉપરાંત કેટલાક તલાટીઓ પણ કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન ધરાવતા હોતા નથી જેથી તેમને અન્ય કોમ્પ્યુટર માસ્ટર પાસે કામ કરાવવા જવું પડશે એવી ચર્ચાઓ તલાટી કમ મંત્રી નાં વર્તુળોમાં ઉઠવા પામી છે.

 

 

 

 

સરપંચ પતિદેવોની વધી જશે મનમાની....!

મહિલા સરપંચો ધરાવતી ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચને બદલે તેમના પતિદેવો મોટેભાગે ગ્રામ પંચાયતનો વહીવટ કરતા હોવાની ફરિયાદો લાંબા સમયથી ચાલી આવતી છે જે પૈકી કેટલીક મહિલા સરપંચો અલ્પ શિક્ષિત હોય છે એવી ગ્રામ પંચાયતોમાં સરપંચ પતિએ માત્ર મહિલા સરપંચની સહી લેવી પડે છે અને મહિલા સરપંચના પતિદેવના મોટાભાગે મોબાઈલ નંબર અપાયેલા હોય છે જેથી આવા સરપંચ પતિદેવો ડિજીટલ સિસ્ટમ થી ખિસ્સામાંથી લઈને ફરતા થઈ જશે અને મહિલા સરપંચ ની જાણ બહાર ચુકવણા થઈ જવાની ભીતિ baker થઈ રહી છે જેથી મહિલા સરપંચ શ્રી ગ્રામ પંચાયતોમાં સરપંચ પતિદેવો ની મનમાની વધી જશે તેવી આશંકા વર્તુળોમાં ઉઠવા પામી છે જેથી સરપંચના નામ જોગ સીમ કાર્ડ આપવા જોઈએ જેથી ઓટીપી આવે ત્યારે સરપંચ ને ખબર તો પડે..!

 

 

 

 

વીસી કેન્દ્રો ખાતે કોમ્પ્યુટર ઓપરેટર મદદરૂપ બનશે :નાયબ ડીડીઓ પટેલ.

આગામી ૧ લી જૂનથી ૧૫ માં નાણાં પંચની તમામ ચુકવણી ડિજીટલ સિસ્ટમ સિસ્ટમ થી શરૂ કરવા અંગે જિલ્લા પંચાયતના વિકાસ શાખા નાયક ડીડીઓ પટેલે જણાવ્યું કે આ પદ્ધતિ આમ તો ફાયદાકારક છે. નાણાંની ચુકવણી ઝડપથી થશે.તલાટી કમ મંત્રી ઓ એ રોજમેળ ચિતરવા પડતા હતા એ કામગીરી નો બોજ હળવો પણ થશે. ડિજિટલ ચુકવણા અંગે સરપંચોને પડનારી મુશ્કેલી અને તેના ઉકેલ અંગે તાલુકા પંચાયતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે શરૂઆતમાં સિસ્ટમ અઘરી  પડશે પરંતુ ગ્રામ પંચાયતોમાં વી.સી. કેન્દ્રો ખાતે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે તે મદદરૂપ બની શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application