Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટીદાર સમાજના આગેવાનોએ કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

  • March 23, 2024 

ગુજરાતમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા જામનગરના સામાજીક કાર્યકર-આગેવાન દ્વારા આજરોજ જામનગર જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગરના રણજીતસાગર રોડ હરીધામ સોસાયટીમાં રહેતા અને જીલ્લામાં પાટીદાર સમાજના આગેવાન તરીકે સામાજીક કાર્ય કરતા પાર્થ પટેલ સહિતના પાટીદારો દ્વારા આજરોજ ફરીયાદ નોંધવા અંગેની કાર્યવાહી કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર જામનગર એસપીને આપવામાં આવ્યુ હતું. 


પાટીદાર યુવાનોએ જણાવ્યુ હતું કે, ગત તા. ૮-૬-૨૩ના રોજ સુરત જીલ્લાના ગાધકડા મિત્રમંડળ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ આયોજનમાં કાજલ હિન્દુસ્તાનીના ભાષણનો વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયો મારા મોબાઇલમાં આવ્યો હતો. જેમાં મોરબી જીલ્લામાં કોલેજની પટેલ સમાજની ૭ દિકરીઓ મુસ્લીમ છોકરાઓને બોયફ્રેન્ડ બનાવેલ છે. અને અંદરો અંદર બોયફ્રેન્ડ બદલે છે. છોકરાને ગાડી ગીફટમાં આપી દીધી છે. ઘરની તિજોરીમાંથી રુપીયા કાઢી લે તો કોને ખબર પડવાની છે, સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે. એ પ્રકારનો ૫૫ મિનીટ ૩૩ સેકન્ડનો વીડિયો છે. તેમણે જણાવ્યું કે, ભાષણનો વીડિયો યુ-ટયુબ માઘ્યમથી વાયરલ થયો હોય જેથી મોરબીમાં રહેતા અને ગુજરાતના પાટીદાર સમાજના લોકોની લાગણી દુભાઈ છે. તેમનું અપમાન થયું છે.


આ વીડિયોમાં ઉશ્કેરણીજનક અને બદનામ કરતું ભાષણ કરાયું છે, જે બાબતે ખરાઇ કરતા મોરબીમાં આવી કોઇ ઘટના બનેલ નથી. માત્ર કાજલ હિન્દુસ્તાનીએ પોતાની ટીઆરપી મેળવવા મનઘડંત વાતો કરતા હોય જેથી તેની સામે ગુનો નોંધી ધોરણસરની ફરીયાદની કાર્યવાહી કરવા પાટીદાર આગેવાનોએ રજૂઆત કરી છે.  વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની બોલે છે કે, મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application