ડોલવણનાં પાટી ગામનાં રસ્તા ઉપર શિક્ષિકા યુવતીની મોપેડ થોભાવી યુવકે ગાળાગાળી કરી તેણીને વાત કેમ નથી કરતી કહી ગાલ ઉપર તમાચો મારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવતીએ યુવકની સામે પોલીસ મથકે ફરીયાદ કરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં વાંકલા ગામનાં નિશાળ ફળીયાના રહીશ મનોજભાઈ વિજયભાઈ ગામીતે પાટી ગામમાં જવાહર ફળીયાથી ગાંધી ઓવારા ફળીયા તરફ જતા રસ્તાની બાજુમાં રોડ ઉપર પોતાની મોપેડ થોભાવી તથા એકટીવા મોપેડ ઉપર જતી શિક્ષિકા યુવતીને રસ્તા ઉપર ઉભી રાખી ‘મારી સાથે કેમ ફોન પર વાતચીત કરતી નથી’ તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. યુવતીએ ગાળો બોલવા ના પાડતા યુવકે યુવતીને જમણા ગાલ ઉપર એક ઝાપટ મારી દીધી હતી, તું મારી સાથે વાતચીત નહીં કરે તો તું બીજીવાર એકલી મળશે તો તને જાનથી મારી નાંખીશ તેમજ તારા પિતાજીને પણ ઘરે આવીને પતાવી દઈશ તેવી ધમકી મનોજ ગામીતે આપતા ગભરાઈ ગયેલ યુવતીએ પોતાની એકટીવા મોપેડ લઈને ચાલી ગઈ હતી. ઘટના અંગે તેણીએ આરોપી મનોજ ગામીત સામે તારીખ 14નાં રોજ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application