પાટણમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે એક છટકું ગોઠવ્યું હતું. જેમાં 2 સરકારી લાંચિયા અધિકારીઓ ઝડપાઈ ગયા હતા. મ્યુય ઈજનેર મનીશ દેસાઈ અને ચીફ ઓફિસર સંજય પટેલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
પાટણ જિલ્લા એસીબી દ્વારા એક કાર્યવાહીના ભાગરૂપે લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં લાલચુ અધિકારીઓ આબાદ રીતે ફસાઈ ગયા હતા. પાટણ એસીબીની ટીમે 70 હજારની લાંચ લેતા આ બંને અધિકારીઓને રંગે હાથ ઝડપ્યા હતા. હકીકતે પાટણની ચાણસ્મા નગરપાલિકામાં કામ કરતા ચીફ ઓફિસર સંજય પટેલ અને મ્યુ. ઈજનેર મનીશ દેસાઈ આ મામલે લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા.
ચાણસ્મા નગરપાલિકામાં કામ માટે એક રીતે આ લેભાગુ તત્વો આખી જાળ ચલાવતા હોવાનું સંભવ છે. આ કેસમાં ફરિયાદીના બિલની ચૂકવણી માટે તેની પાસેથી 70 હજાર રૂપિયાની અનૈતિક લાંચની માગણી કરવામાં આવી હતી. જેના પછી ફરિયાદીએ આ મામલે પાટણ એસીબીને જાણ કરી હતી. એસીબીએ આ મામલે લોભિયા અધિકારીઓને ઝડપી લેવા એક ટ્રીક ગોઠવી હતી, જેમાં અધિકારીઓ આબાદ રીતે ફસાઈ ગયા હતા.અધિકારીઓ જ્યારે ફરિયાદી પાસેથી લાંચના રૂપિયા સ્વીકારતા હતા ત્યારે જ એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. આ મામલે લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાટણ એસીબી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે અને સાથે જ ફરિયાદીના 70 હજાર રૂપિયા રિકવર કરી લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500