Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાટણ 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન

  • April 03, 2024 

પાટીદાર સમાજ હાલ સમાજ સુધારણાના રાહ પર છે. આ માટે છેલ્લા કેટલાક સમયથી વિવિધ પાટીદાર સમાજ દ્વારા વિવિધ નિર્ણયો લેવાઈ રહ્યાં છે. પાટીદાર સમાજ હવે ક્રાંતિના રાહે છે. જેમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરીને સમાજની વર્ષો જૂની સમસ્યાઓથી નિજાત મેળવી શકાય. ત્યારે હાલ સમાજમાં અનેક નવા બદલાવ કરવામા આવ્યા છે. આ માટે કુરિવાજોને બદલવા માટે હવે પાટીદાર સમાજે કમર કસી છે. પાટીદાર સમાજમાં મહિલાઓ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ માટે પાટણ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમાજ સુધારા માટે મોટી ચળવળ શરૂ કરી છે. પાટણમાં 42 ગામ લેઉવા પાટીદાર સમાજ કાર્યાલયનો શુભારંભ કરાયો છે. સમાજ દ્વારા યુવા મંડળ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરાયું છે.


આગામી 17મી નવેમ્બરની તારીખ નક્કી કરાઈ છે. પરંતું સમૂહ લગ્નની નોંધણી માટે એક ખાસ નિયમ રાખવામાં આવ્યો છે.  પાટણ 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર યુવા મંડળ દ્વારા આગામી 17 નવેમ્બરે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન યોજાશે. જોકે, સમાજ દ્વારા નિર્ણય લેવાયો કે, લગ્નમાં પ્રિ-વેડિંગ શૂટ કરાવનાર યુગલોની સમૂહ લગ્નમાં નોંધણી નહિ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ આ સમૂહ લગ્ન ભારતીય સંસ્કૃતિ મુજબ કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રી-વેડિંગ નહિ કરાવવાનો નિર્ણય લઈને સમાજે લગ્નમાં થતા ખોટા ખર્ચા દૂર કરવાની પહેલ કરી છે.


આમ, પાટણની બેતાલીસ લેઉવા પાટીદાર સમાજે કુપ્રથા બંધ કરવા સમાજ સુધાર ચળવળ શરૂ કરી છે. સેવા,સંગઠન અને સામાજિક ઉત્કર્ષની ભાવના સાથે પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળના પાટણ સ્થિત કાર્યાલયનો બ્રહ્માકુમારીના નીલમ દીદીના વરદ હસ્તે રીબીન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. પાટણમાં પાટણ 42 લેઉવા પાટીદાર યુવા મંડળના નવીન કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આ મંડળ દ્વારા યોજાનાર પ્રથમ સમૂહ લગ્નનું સમાજના વડીલો દાતાઓ અને શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં શુભ મુહૂર્ત જોવામાં આવ્યું હતું. જેમાં 17 નવેમ્બર 2024 ના રોજ સમૂહ લગ્ન યોજવાનું નક્કી કરાયું હતું. પરંતુ ખોટા ખર્ચાઓને તિલાંજલિ આપવા માટે પ્રિ-વેડિંગ કરાવનાર યુગલોને આ સમૂહ લગ્નમાં સ્થાન ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેવું મંડળના યુવા અગ્રણી હાર્દિક પટેલ (અડિયા) એ જણાવ્યું. આમ, પાટણના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજે સામુહિક સંકલ્પ લીધો છે. જેમાં ફિલ્મો અને સીરિયલનું આંધળું અનુકરણ ટાળવા સુંદર પ્રયાસ હાથ ધર્યો છે. હવે પાટીદાર સમાજમાં પ્રી-વેડીંગના નામે બિનજરૂરી અને ખર્ચાળ પ્રથા બંધ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application