Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાવર કટને કારણે મુસાફરોએ પરેશાનીનો સામનો કર્યો

  • June 18, 2024 

દિલ્હીનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બપોરે થોડી મિનિટો સુધી પાવર કટને કારણે મુસાફરોએ પરેશાનીનો સામનો કર્યો હતો. વીજળી ઠપ્પ થતાં ચેક ઈનથી લઈને બોર્ડિંગ સુધીની તમામ કામગીરી પ્રભાવિત થઈ હતી. જળ સંકટનો સામનો કરી રહેલી રાજધાનીના એરપોર્ટ પર અચાનક વીજળી જતાં મુસાફરોની સાથે એરલાઈન્સ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. દિલ્હી એરપોર્ટ પર પાવર કટ દરમિયાન એર કંડિશનર, ઈ-ગેટ અને સામાનની અવરજવર બંધ થઈ હતી.


આ દરમિયાન સોશિયલ મીડિયા સાઈટ્સ પર કેટલાંક મુસાફરોએ પોતાની હતાશા વ્યકત કરી હતી. કેટલાકે અહેવાલ આપ્યો હતો કે, ટર્મિનલ-3ની કામગીરીને અસર પહોંચી હતી. ભારે ગરમી વચ્ચે બોર્ડિંગ અને ચેક ઈન સેવાઓ પ્રભાવિત થતાં ભીડ અને અરાજકતા સર્જાઈ હતી. મુસાફરોએ પોતાની હૈયાવરણ ઠાલવતા સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર લખ્યું હતું કે, પાવર કટના કારણે ડીજી યાત્રા બંધ થઈ ગયું હતું. એક યુઝરે કહ્યું કે, પાવર કટના કારણે ટી-3 ટર્મિનલ ઠપ્પ થઈ ગયું છે. કોઈ કાઉન્ટર કામ નથી કરી રહ્યું. ડિજિટલ યાત્રાની સાથે અન્ય કામકાજ પણ બંધ છે.


એરપોર્ટ પર વીજળી ઠપ્પ થયા બાદ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. તેને ફરી રિસ્ટાર્ટ થવામાં ઘણો સમય લાગ્યો હતો. પાવર કટનું કારણ સ્પષ્ટ થયું નહતું. દિલ્હી એરપોર્ટ પર ત્રણ ટર્મિનલ છે. જેમાં, ટર્મિનલ 1 અને 2નો ઉપયોગ ઘરેલુ ફ્લાઈટ્સ માટે થાય છે. જ્યારે, ટર્મિનલ 3નો ઉપયોગ આતંરરાષ્ટ્રીય અને ઘરેલું એમ બંને ફ્લાઈટ્સ માટે થાય છે. દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દિવસની લગભગ 1500 ફલાઈટ્સને મેનેજ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application