Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા બસ સ્ટેશન પર બસ પકડવાની લ્હાયમાં મુસાફરને ઈજા, સારવાર હેઠળ ખસેડાયો

  • December 28, 2021 

વ્યારા બસ સ્ટેન્ડ પર બસ પકડવાની લ્હાયમાં એક મુસાફરને બસ અડફેટે ગંભીર ઈજા પહોચતા તેને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.



મળતી માહિતી મુજબ વ્યારાના નવા બસ સ્ટેન્ડ પર સોમવારે એક મુસાફર બસ પકડવાની લ્હાયમાં દોડ મૂકી હતી જોકે બસમાં નજીક પહોચતા જ મુસાફર બસ સાથે ટકરાયો હતો અને તેને પગે ગંભીર ઈજા પહોચી હતી ઘટનાની જાણ થતા જ આસપાસમાં ઉભેલા લોકો દોડી આવ્યા હતા અને કોઈકે ઈમરજન્સી સેવા 108 ને કોલ કરતા 108ની મદદથી ઈજાગ્રસ્ત મુસાફરને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે ડેપો મેનેજરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે,બસ પકડવાની ઉતાવળમાં મુસાફરે દોડ મૂકી હતી, બસના આગળનો ભાગનું પતરું મુસાફરને વાગી જતા ગંભીર ઈજા પહોંચી હતી. જોકે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા ઈજાગ્રસ્ત મુસાફરનું નામ વિનોદભાઈ સી. પટેલ (ઉ.વ.45) રહે,બારડોલી નાને ચક્કર આવાથી પડી ગયા હોવાનું જણાવ્યું હતું જેમને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application