વ્યારા જૈન સંઘમાં પર્યુષણ પર્વની ઉજવણી પ.પુ.આચાર્ય ભગવંત શ્રી કેસરસુરીશ્વરજી મ.સા.ના સમુદાયના સાધ્વીજી ભગવંત પ.પુ.શાસનરસાશ્રીજી મ.સા., પુ.શ્રુતરસાશ્રીજી મ.સા., પુ.સુપ્રસન્નશ્રીજી મ.સા., પુ.અહંજ્ઞાશ્રીજી મ.સા.ની નિશ્રામાં વ્યારામાં પર્યુષણ પર્વની ઉજવણી આનંદ-ઉલ્લાસ પૂર્વક થઇ હતી. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન શ્રાવકના કર્તવ્યોની સાચી સમજણ મ.સા. દ્વારા કરવામાં આવી. તેમજ જૈન ઉત્તમ ગ્રંથ કલ્પસૂત્ર-બારસા સૂત્રનું વાંચન અને સચોટ સમજણ આપવામાં આવી.
મહાવીર જન્મ કલ્યાણના દિવસે 14 સુપનોની ઉછમણી તેમજ પારણા ઝુલાવવામાં સંઘના તમામે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પર્વ પર્યુષણ નિમિત્તે, જૈન શ્રાવકો-શ્રાવિકાઓ દ્વારા શાતાપૂર્વક તપશ્ચર્યા પણ થઇ. સંઘમાં સંવત્સરીના દિવસે સામુહિક પ્રતિક્રમણમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. ભાદરવા સુદ પાંચમના દિવસે સંઘની અંદર સવારની નવકારશી બપોરનું અને સાંજનું શ્રી સંઘ સ્વામિવાત્સલ્ય કરવામાં આવ્યું હતું અને સૌથી અગત્યની પ્રભુ મહાવીરની ભવ્ય રથયાત્રાના નિવાસ સ્થાનેથી નીકળી હતી અને તેમાં નાના-મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500