Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજથી સંસદની કાર્યવાહી નવા સંસદ ભવનમાં શરૂ : નવી સંસદમાં વડાપ્રધાનનું પહેલું સંબોધન, મહિલા આરક્ષણ બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપ્યું

  • September 19, 2023 

સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદ ભવનમાં શરૂ કરવામાં આવી છે. જૂના સંસદ ભવનથી નવા સંસદભવન સુધી વડાપ્રધાન મોદી સહિતના તમામ સાંસદો પગપાળા જતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાર્યવાહી શરૂઆત પહેલા વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનમાં પહેલું સંબોધન કર્યું હતું. નવા સંસદમાં વડાપ્રધાન મોદીએ પ્રથમ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન દિવસે નવા સદનમાં નવી શરૂઆત સંદર્ભે મારી દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મારા તરફથી મિચ્છામી દુક્કડમ! આ દિવસ ક્ષમા કરવાનો છે.



ત્યારે જૂના કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે. મળતી માહિતી અનુસાર, આજે નવા સંસદભવનની શરૂઆતના દિવસે મહિલા અનામત બિલ રજૂ થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે બોલતા જણાવ્યું કે, અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ અમે તેને પસાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહીં અને તેના કારણે સપનું અધૂરું રહી ગયું. ભગવાને મને મહિલાઓના સશક્તિકરણ અને તેમની શક્તિને આકાર આપવાનું કામ કરવા માટે પસંદ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા આરક્ષણને બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપ્યું છે.



આજે નવી સંસદ ભવનમાં આપણે બધા નવા ભવિષ્યના શ્રી ગણેશની કરવા જઈ રહ્યા છીએ. આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપી છે. અહીં 1947માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કર્યું હતું, આ સેન્ટ્રલ હોલ તેનો સાક્ષી રહ્યો છે. આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. વિદાય આપતા સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે- આ સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ. તે માટે હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application