ઓલપાડ તાલુકાનાં માસમા ગામની સીમમાં રહેતાં કર્ણાટક રાજ્યનાં શ્રમજીવી પરિવારની પરિણિતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક પરિણીતાએ બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું પતિએ નિવદેન આપ્યું હતું. મુળ કર્ણાટક રાજ્યના મૈસુર જિલ્લાનો હરીપ્રસાદ નારાયણ કિશન શિંદે હાલમાં ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં રોયલ એન્જાઈન સોસાયટીમાં પરિવાર સાથે રહી મજુરી કામ કરતો હતો. ઘરકામ કરતી તેની ૩૬ વર્ષીય પત્ની દુર્ગાએ ગુરૂવારે બપોરના સુમારે ઘરની રૂમમાં અંદરના ભાગે પંખા સાથે બેડની ચાદર બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
જ્યારે તેણીનો પતિ સાંજે ઘરે આવ્યો ત્યારે તેની પત્નીને રૂમમાં સિલિંગ પંખા ઉપર લટકતી જોતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ઓલપાડ ખાતેના સરકારી દવાખાનામાં લાવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે દુર્ગાને તપાસી મૃત જાહેર કરી હતી. આ બાબતે મૃતક મહિલાના પતિ હરીપ્રસાદ શિંદેએ ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી કે, તેના લગ્નનો સમયગાળો સાડા છ વર્ગનો છે. તેની પત્ની દુર્ગા છેલ્લા ઘણા સમયથી બ્લડ પ્રેશર અને સુગરની બિમારીથી પિડાથી હતી. જેથી તેણી સતત માનસિક ડીપ્રેશનમાં રહેતી હોવાથી તેણે આપઘાત કર્યો છે. જોકે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી દુર્ગાના આપઘાતનું સચોટ કારણ જાણવા વધુ તપાસ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application