આજકાલ લોકો તેમની નાની-મોટી સિદ્ધિઓની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. કોઈપણ ઘટના બને કે તરત જ તેના ફોટોસ ઇન્ટરનેટ પર અપલોડ કરી દેવાય છે. પુખ્ત વયના વ્યક્તિ તો પણ આ તેમની મરજીથી કરતા હોય છે, પરંતુ બાળકોની પ્રાઈવસીનું કોઈ ધ્યાન રાખતું નથી. આ જ કારણ છે કે ફ્રાન્સની સરકારે આ મુદ્દે મોટો નિર્ણય લેવાની જાહેરાત કરી છે.
ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ એક કાયદાને મંજૂરી આપી છે જેના હેઠળ માતા-પિતા બાળકોની પરવાનગી વિના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકશે નહીં. જો તેઓ આમ કરશે તો તેમને કાયદાકીય સજા ભોગવી પડી શકે છે.અહેવાલો મુજબ આ પ્રસ્તાવ ફ્રાન્સના એક સાંસદ દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કાયદા દ્વારા વાલીઓને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે અને બાળકોને તેમના અધિકારોથી વાકેફ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી તેઓ સમજી શકે કે તેમના ફોટા માટે માત્ર માતા-પિતા જવાબદાર છે.
તેમણે કહ્યું કે ટીનેજમાં બાળકોની ઘણી બધી ફોટો શેર કરવામાં આવે છે, જેનો ખોટા પ્લેટફોર્મ પર દુરુપયોગ થઈ શકે છે, જ્યારે સ્કૂલમાં ફોટોના કારણે બાળકો બીજા બાળકો દ્વારા હેરાન કરવામાં આવતા હોય છે.નવા કાયદા હેઠળ કોર્ટને માતા-પિતાને તેમના બાળકોની ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર હશે.
માતા-પિતા બંને બાળકના અધિકારો માટે જવાબદાર રહેશે. જો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે તો બાળકની ઉંમર પ્રમાણે પહેલા તેની પાસેથી પરવાનગી લેવી પડશે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો માતા-પિતાને સજા કરવામાં આવશે. એટલું જ નહીં જો બાળકના ગૌરવ અને તેના પર નૈતિક રીતે કોઈ ગંભીર અસર થાય છે તો માતા-પિતા ક્યારેય બાળકની ફોટોસનો ઉપયોગ કરી શકશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500