માહિતી વિભાગ દ્વારા સુરત, પુત્રીની મરજી વિરૂદ્ધ સગાઇ અને લગ્ન કરવા દબાણ કરતા પાંડેસરાનાં એક પરિવારનું કાઉન્સેલિંગ કરી ૧૮૧ અભયમે સમજાવટથી કામ લેતા પુત્રી અને માતા-પિતા વચ્ચે ગેરસમજ દૂર થઈ હતી. વાત એમ છે કે, ૧૮૧ અભયમ પર કોલ કરી ૨૦ વર્ષીય યુવતીએ માતા-પિતાને સમજાવવા માટે મદદ માંગી હતી. જેથી ઉમરા અભયમ રેસ્કયુ ટીમ ટીમ સ્થળ પર પહોંચી હતી. પરિવાર સાથે વાત કરી જાણવા મળ્યું કે, યુવતીને હાલ એક વર્ષ લગ્ન કરવાની ઈચ્છા નથી.
પરંતુ માતા-પિતા સગાઈ અને લગ્ન કરી લેવા અવારનવાર દબાણ કરતા હતા. છોકરાવાળા જોવા આવવાના હોવાથી પીડીતાએ ૧૮૧ પર કોલ કરી મદદ માંગી હતી. અભયમ ટીમે પરિવારનું અસરકારક કાઉન્સેલિંગ કરતા માતાપિતા સહમત થયા હતા. દીકરીને યોગ્ય રીતે સાચવશે અને કોમ્પ્યુટર ક્લાસમાં પણ મોકલશે અને લગ્ન માટે ફોર્સ નહી કરે એવી લેખિત બાહેંધરી આપી હતી. યુવતીએ પણ કોમ્પ્યુટર ક્લાસ કરવાની ઈચ્છા હોય ચાલુ ખાનગી નોકરી છોડીને રાજીખુશીથી ક્લાસ કરશે એમ જણાવી અભયમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application