Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીની એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

  • July 05, 2023 

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં તા.૪થી ૧૨ જુલાઇ ૨૦૨૩ દરમ્યાન જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.  રોજ અલગ અલગ ક્ષેત્રોના બે તજજ્ઞોને આમંત્રણ આપી તેમની સફળતાની સફરની વાત કરવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સવાલ જવાબ સાથે ચર્ચા કરવામાં આવે છે.  તારીખ ૪ જુલાઈના રોજ ચાર્ટડ એકાઉન્ટન્ટ દીપિકા ગુટગુટિયાએ પોતાના અભ્યાસની સાથે વિવિધ કારકિર્દીની તકની વાતો કરી હતી. આ ઉપરાંત શેતલ ગોંસાઈ દ્વારા એન્જિનિયર કારકિર્દીથી ટ્રેનર સુધીની સફરની ચર્ચા કરી સફળતા મેળવવા માટેની વિવિધ પ્રક્રિયાની વાતો કરી હતી. સ્વાગત વિધિ કોલેજનાં પ્રાધ્યાપિકા ડો.પૂનમ ખમાર દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application