પારડી પોલીસે સતત ત્રીજા દિવસે પણ વાપીથી ચીખલી તરફ જતી એસટી બસ માંથી 3 મહિલા સહિત 7 ને ઝડપી લીધા હતા.
પારડી પોલીસ ને બાતમી મળી હતી કે, વાપીથી ચીખલી તરફ જતી એસટી બસ નંબર જીજે/18/વાય/9791 મા દારૂ વહન થઈ રહ્યો હોય તેથી પારડી પોલીસે નેશનલ હાઈવે-48 પર ઉભા રહી વોચ ગોઠવી હતી. દરમિયાન વાપીથી ચીખલી તરફ જતી બાતમી વાળી બસ આવતી જણાતા બસને રોકી હતી જે બાદ બસને કંડક્ટરનુ નામ પૂછતા તેને પોતાનું નામ મોહન રાવીયા પટેલ (રહે,ધરમપુર) તથા બસ ડાઇવરનું નામ પુછતા શૈલેષભાઇ ઈશ્વરભાઈ પટેલ (રહે,કોલક પારડી) જણાવ્યું હતું.
ત્યાર બાદ પોલીસે બસમા રહેલા મુસાફરોની તપાસ શરૂ કરતા વિજય નરસિંહ પટેલ (મહોડી,નવસારી), નીતા પિન્ટુ પટેલ (રહે.આગળ ફળીયા ,વલસાડ), મધુ ગિરીશ પટેલ(રહે.ભેસ્તાન,સુરત),લતા ધીરુભાઈ ચૌધરી(સરભણધરી ફળિયું તા.બારડોલી),અજય રામુભાઈ યાદવ( રહે.આસપાસ મંદિર કલાકુંજ,સુરત),મનીષ નાગેન્દ્ર મોરાય(રહે.સુરત) તથા અનિલ શત્રુઘ્નસિંહ ઠાકોર(રહે.છાપરા વિસનગર ફાટક પાસે અમરપાડા, મહેસાણા) ની પાસેથી કુલ 10 કાપડના થેલા માંથી માંથી 396 દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 34,475/- રૂપિયા હતી.
પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા અને તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500