પારડી પોલીસે પારડી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે વાહન તપાસની કામગીરી હાથ ધરાઈ હતી.તે દરમિયાન એક યુવાન વાપીથી પારડી તરફ જતા રોડ ઉપર મોટર સાઈકલ નંબર જીજે/૧૫/ડીઈ/૩૪૮૮ ને લઈને આવતો હોઈ પોલીસને શંકસ્પદા જણાતા યુવાનને ઉભા રાખી તપાસ હાથ કરાઈ હતી.
આ સમયે યુવાન આનાકાની કરતા પોલીસે મોટર સાઈકલનો રજીસ્ટ્રેશન નંબર એપ્લિકેશનમા સર્ચ કરતા આ મોટર સાઈકલના માલિક ધર્મેશ શશિકાંત પટેલ રહે,૫-૧૨ નામના રોડ નજીક,ખડકલા, વાપી ટાઉન,તા.વાપી,જી.વલસાડ) હોવાનુ બહાર આવ્યુ હતુ.
આ બાબતે વધુ તપાસ હાથ ધરતા વાપી ટાઉન મથકે ચોરી અંગેનો ગુનો નોધાયો હોવાનુ જણાઈ આવ્યુ હતુ. જ્યારે પોલીસે યુવાનની તપાસ કરતા એક પેન્ટના ખિસ્સમાથી વિવો કપનીનો મોબાઈલ તથા બીજા ખિસ્સા માંથી દોઢ ફુટનુ સ્ક્રુ ડ્રાઈવર મળી આવ્યુ હતુ.
આ યુવાનની વધુ પુછપરછ કરતા તેનો મિત્ર મુકેશ તથા પ્રકાશ જેમણે વાપી રેલ્વે સ્ટેશન નજીક આવેલી દુકાનમાથી એક સ્ક્રુ ડ્રાઈવર લઈ ત્રણેય જણા મળીને એક મોટર સાઈકલ નં.જીજે-૧૫-બીજે-૪૬૮૪ ને ચોરી કર્યા નુ આરોપી એ કબુલ્યુ હતુ. જે આરોપીને પારડી પોલીસે વાપી ટાઉન પોલિસને સોંપી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500