રેલ્વે વિભાગ દ્વારા ઉદવાડા હદ વિસ્તારમાં કરાયેલા દબાણ અંગે છેલ્લા કેટલાય સમયથી કાચા પાક મકાનોના ડિમોલેશન કરી રહી છે. ત્યારે ફરી એકવાર ગતરોજ રેલ્વે વિભાગના એન્જીનયરીંગ વિભાગના કર્મચારીઓ અને આર.પી.એફના જવાનો જેસીબી લઈ ઉદવાડા ક્વોરી એરિયામાં ડિમોલેશન માટે પહોંચ્યા હતા જ્યાં જઇ 4 પાકા અને 9 કાચા મકાનોના ડિમોલેશન કર્યું હતું. તો ઉદવાડા ફાટક પાસે પણ છેલ્લા ઘણા લાંબા સમયથી રેલ્વેની હદમાં પોતાન ઘર પાછળ પતરા ઉતારી પરારી ઉતારી દબાણ કરવામાં આવ્યું હતું આવા 8 જેટલા મકાનો આગળ તેમજ એક દુકાનનું ડિમોલેશન કર્યું હતું. આ તમામ દબાણ કરતાઓને 2 વાર લેખિતમાં નોટિસ આપી હતી. પરંતુ સ્થાનિક લોકોએ વિવિધ તહેવારને અનુલક્ષીને સમય માંગ્યો હતો જે બાદ પણ દબાણ ન દૂર ન કરાતા કાર્યવાહી કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application