વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામે રહેતા બે યુવકો ગતરોજ ગામની સીમમાંથી પસાર થતી કોથરખાડીમાં માછલી પકડવા માટે ગયા હતા જ્યાં ખાડીના ઊંડા પાણીમાં બંને યુવકો ગરકાવ થઈ જતાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ માંગેલા લાઈફ સેવરની ટીમને કરાતા ટીમે એકનો મૃતદેહને શોધી કાઢ્યો હતો, જ્યારે એકનો હજી પત્તો લાગ્યો નથી.
બનાવની વિગત એવી છે કે, પલસાણા ગામે નવીનગરી ખાતે રહેતો પ્રવીણ બટુકભાઈ નાયકા (ઉ.વ.27) અને દેવેન્દ્ર ગણેશભાઈ નાયકા (ઉ.વ.19) જે બંને ગતરોજ બપોરે ગામની સીમમાંથી પસાર થતી કોથર ખાડીમાં માછલી પકડવા માટે ગયા હતા તે દરમિયાન દેવેન્દ્ર સૌપ્રથમ ખાડીના ઊંડા પાણીમાં ડૂબવા લાગતાં તેને બચાવવા માટે પ્રવીણ પણ નજીક ગયો હતો ત્યારે આ બંને ખાડીના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. જોકે આ દ્રશ્ય નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ જોતા તેણે તાત્કાલિક ગામના સરપંચ અને અન્યને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટીમને બોલાવી હતી. જેમણે ખાડીના ઊંડા પાણીમાં બંને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ભારે જહેમત બાદ પ્રવીણનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે, હજી સુધી દેવેન્દ્ર લાપતા છે. આ અંગેની જાણ પારડી પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application