Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા

  • November 23, 2021 

સેલવાસથી આવતી એક કારમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જવાની હોવાની બાતમીનાં આધારે પારડી પોલીસ સ્ટાફના માણસો પારડી નેશનલ હાઇવે નંબર-48 પર વિશ્રામ હોટલ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર નંબર એમએચ/02/ઈઈ/6228માં આવતા પોલીસે ટ્રાફિક જામ કરી અટકાવી હતી અને કારની તલાશી લેવામાં આવતા પોલીસને આ કાર માંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારુની 84 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 80,400/- હતી. આમ પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર કબ્જે કરી કારમાં સવાર રાજેશભાઈ સીતારામ રાજપુત અને ભરતભાઈ બુધિયાભાઈ ગજરા (બંને રહે.કલ્યાણ,મહારાષ્ટ્ર) નાઓની અટક કરી પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application