પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એલસીબી વલસાડની ટીમ પારડી વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન મળેલ ખાનગી આધારે, દમણ ખાતેથી ગણેશ નામના ઈસમે એક કેસરી કલરના ભાત બેન્ઝ કન્ટેનર નંબર એલએલ/01/એએ/7986ની બોડીના ભાગે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરાવી કેયુર ભંડારી (રહે.બારડોલી) ને પહોચાડવા દમણથી રવાના કર્યો છે અને આ કન્ટેનર વાપીથી પસાર થઈ રહ્યું ગયું છે. તેથી પોલીસ ટીમે રાત્રિના 11 કલાકે પારડી દમણીઝાંપા ઓવરબ્રીજ નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળું કન્ટેનર આવતું જનતા તેને બેટરીના અજવાળે ઉભી રાખવાના ઈશારો કરતા કન્ટેનર ઉભું રાખ્યું હતું.
ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ નસીર અસરું મુસ્લિમ (ઉ.વ.41, રહે.ગોહાના 18, મેવાત પોસ્ટ ફિરોજપુર,હરિયાણા) હોવાનું જણાવ્યું હતું. કન્ટેનરને પોલીસ અધિક્ષકની કચેરીના કમ્પાઉડમાં લાવી અંદર ભરેલા વગર પાસ પરમિટના દારૂના જથ્થાના ગણતરી કરતા 248 બોક્ષમાં મુકેલી 7860 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 12,02,400/- મળી આવ્યો હતો. આ દારૂ ક્યાંથી કોણે ભરાવ્યો અને ક્યાં લઈ જતો હતો તે અંગે ચાલકને પૂછતા તેને આ દારૂનો જથ્થો દમણ સોમનાથ ખાતે ગણેશ નામના ઈસમે કોઈ જગ્યાએથી ભરવી આપીને પલસાણા ખાતે હાઈવે ઉપર ગાડી ઉભી રાખવા જણાવેલ હોવાનું કહ્યું હતું. પોલીસે આ 12,02,400/-નો દારૂનો જથ્થો તથા મોબઈલ અને ભારત બેન્ઝ કન્ટેનર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025