Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચતા પરસોતમ રૂપાલાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી

  • April 02, 2024 

રાજકોટમાં રૂપાલા સામે વિવાદ વધતો જ જાય છે. રાજકોટ એ ભાજપની સેફ બેઠક હોવા છતાં અહીંનો વિવાદ રાજ્યભરને અસર કરે તેવી સંભાવના વચ્ચે ભાજપ પણ ફફડ્યું છે. ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ચર્ચામાં આવી ગયેલા ભાજપના રાજકોટથી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે એ વાતને નકારી કાઢી હતી કે તેમને દિલ્હીથી કોઈ તેડું આવ્યું છે. ખુલાસો કરતાં તેમણે કહ્યું કે હું કેન્દ્ર સરકારના કામથી દિલ્હી જવાનો છું. હું 3 અને 4 એપ્રિલે ત્યાં જ રહીશ. તેમણે દાવો કર્યો હતો કે ક્ષત્રિય સમાજ મને માફ કરશે.


ક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચી જતાં પરસોતમ રૂપાલાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. આ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પહેલી વાત તો એ છે કે, મને કોઈએ દિલ્હીથી બોલાવ્યો નથી. 3 અને 4 તારીખે કેબિનેટ બેઠક હોવાથી દિલ્હી જવાનો છું. જે પણ ફેરફાર કરવાના હોય તે અધિકાર પાર્લામેન્ટરી બોર્ડનો હોય છે. અહીં કોઈએ અટકળો ન કરવી જોઈએ. ફેરફાર કરવાનો હશે તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. મોહન કુંડરિયાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું છે તે નિશ્ચિત છે. ઉમેદવાર બદલવાની વાત મારી અને પાર્ટી વચ્ચે રહેવા દો.


ક્ષત્રિય સમાજ દ્વારા થઇ રહેલા વિરોધ વચ્ચે રૂપાલાએ કહ્યું કે દરેક સમાજને વિરોધ કરવાનો અધિકાર છે. તેમને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. પુરશોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે મોહન કુંડારિયા ઉમેદવાર તરીકે નહીં પણ ડમી તરીકે ફોર્મ ભરવાના છે. મને દિલ્હીથી કોઇએ નથી બોલાવ્યો પણ હું કેન્દ્ર સરકારના કામથી આગામી 3 અને 4 એપ્રિલે ત્યાં જવાનો છું.    એક તરફ, રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યાં બીજી તરફ, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી સહિત અન્ય બેઠકો પર ઉમેદવાર બદલવા માંગ ઉઠી છે. આ પરિસ્થિતી વધુ વકરતાં હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા મુખ્યમંત્રી દિલ્હી દોડયા છે. રૂપાલા વિવાદે ભાજપની મૂંઝવણ વધારી દીધી છે. જો રાજકોટ બેઠક પરથી રૂપાલાને બદલવામાં નહી આવે અથવા તો ટિકિટ રદ કરવામાં નહી આવે તો ક્ષત્રિયો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application