Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇ-ગોવા હાઇવેનો પરશુરામ ઘાટ ચોવીસ કલાક વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો

  • August 25, 2022 

ગણેશોત્સવ નિમિત્તે કોકણ પોતાના વતન જનારા લોકોની સુવિધા માટે મુંબઇ-ગોવા હાઇવે પરનો પરશુરામ ઘાટ આજથી ચોવીસે કલાક વાહન-વ્યવહાર માટે ખુલ્લો રાખવાનો નિર્ણય જિલ્લા પ્રશાસને લીધો છે. મુંબઇ-ગોવા હાઇવે ફોરલેન બનાવવાની આગળ વધી રહેલી કામગીરી હેઠળ પરશુરામ ઘાટના રસ્તાને પણ પહોળો કરવામાં આવ્યો છે.




જોકે હજુ સુધી આ કામગીરી પૂર્ણ તઇ નથી. બીજુ ચોમાસામાં ભારે વરસાદ વખતે ભેખડો ધસી પડવાની ઘટનાઓને ધ્યાનમાં લઇને રત્નાગિરી જિલ્લા પ્રશાસને 14મી જુલાઇથી પરશુરામ ઘાટ પર વાહનોનું નિયમન કર્યું હતું. આ ઘાટના રસ્તે સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી ભારે માલવાહક વાહનો માટે એક જ લેન પર અવરજવર ચાલુ રાખવામાં આવી હતી.




જેથી સાંજે 7થી બીજે દિવસે સવારે 6 દરમિયાન કોઇપણ વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવતો હતો. પરંતુ ગણેશોત્સવમાં મુંબઇથી કોકણની દિશામાં જતા અને કોકણથી મુંબઇ તરફ આવતા લોકોની તકલીફ ધ્યાનમાં લઇને રત્નાગિરી જિલ્લા પ્રશાસને ગણેશોત્સવ દરમિયાન પરશુરામ ઘાટ દરેક પ્રકારના વાહનો માટે ચોવીસે કલાક ખુલ્લો રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application