ચીનમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસો વધતાં દુનિયાભરમાં દહેશત ફેલાઈ ગઈ છે. ઠંડી વધવાની સાથે વૈશ્વિક મહામારી વિસ્ફોટક સ્થિતિએ પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા 2020માં શિયાળાની શરૂઆત સાથે કોરોના-સંક્રમણની શરૂઆત થઈ હતી. બસ આ રીતે જ 2022નાં નવેમ્બરનાં છેલ્લા સપ્તાહથી ચીનમાં વૂહાન સહિત કેટલાએ શહેરોમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી દેખાઈ રહી છે. અહીં કોરોનાનાં કેસોમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. આજે સતત બીજો દિવસ છે કે, જ્યારે કોવિડ-19નાં 40 હજારથી વધુ કેસો નોંધાયા છે.
આ પૂર્વે સતત પાંચ દિવસથી દેશમાં 30 હજારથી વધુ કોરોના કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 40,052 પહોંચી ગઈ છે. આ પૂર્વે સોમવારે કોરોનાનાં 40,347 કેસો નોંધાયા હતા. સ્વીકાર્ય છે કે, સોમવારનાં પ્રમાણમાં મંગળવારે કોવિડ-19નાં 295 જેટલા ઓછા કેસ નોંધાયા છે. ભીતિ તો તે છે કે, સંક્રમણનો ગ્રાફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. તે અંગે શી જીનપિંગ સરકાર અનેકવિધ પગલા પણ લઈ રહી છે. કોરોના પ્રભાવિત વિસ્તારોમાં સખત લોકડાઉન લગાડવામાં આવ્યું છે.
અહીં મુશ્કેલી તે ઉભી થઈ છે કે, ઘરમાં જ કેદ કરાયેલા લોકો ઘરમાં પૂરાઈ રહેવાથી અને ધંધાધાપા બંધ થઈ ગયા હોવાથી સરકાર સામે વિફરી ગયા છે અને માર્ગો ઉપર પ્રચંડ દેખાવો યોજી રહ્યા છે. આ પ્રદર્શનો સૌથી પહેલા શાંઘાઈમાં શરૂ થયા હતાં તે પછી બૈજિંગમાં શરૂ થયા અને હવે તો દેશના અનેક શહેરોમાં પણ પ્રસરી રહ્યાં છે. શાંઘાઈમાં તો પ્રદર્શનો વણથંભ્યા જ રહ્યા છે. લોકો આવશ્યક ચીજવસ્તુઓની આપૂર્તિ માટે લોકડાઉનમાંથી છૂટકારો માગે છે. ચીનમાં કોવિડ-સંક્રમણની સ્થિતિ ઘણી જ ગંભીર બની ગઈ છે.
કોરોના કેસો વધતા શૂન્ય કોવિડ-નીતિ નીચેના પ્રતિબંધો વધારાયા છે. અનેક પ્રાંતોમાં પરિસ્થિતિ લોકડાઉન સમાન બની ગઇ છે. દરેક પ્રાંતમાં સામુહિક-ટેસ્ટિંગ, યાત્રા પ્રતિબંધ, જેવા કેટલાએ પ્રતિબંધો લાગૂ કરાયા છે. જનતા હતાશ બની રહી છે. તે સર્વવિદિત છે કે, 2020માં ચીનમાંથી જ આ મહામારીનો ઉદ્ભવ થયો હતો. તેણે કેટલાએ દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા હતા. આથી ફરી દુનિયામાં દહેશત વ્યાપી ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500