દિવાળીની ઉજવણી વચ્ચે ઝારખંડમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. જેમાં બોકારોમાં માર્ગા પુલ પાસે ફટાકડાની દુકાનોમાં આગ લાગતા ઘટના સ્થળે અફરા-તફરીનો માહોલ છવાયો છે. ભયાનક આગે વિકરાળરૂપ ધારણ કરતા થોડી જ વારમાં 66 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી હતી.
દિવાળીના તહેવાર સમયે આગ લાગવાની ઘટના બને છે, તેવામાં છેલ્લા કેટલાક દિવસ પહેલા હેદરાબાદની એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં એક ઘરમાં રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગવાથી એક દંપતીનું ગૂંગળામણમાં મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી પોલીસે આપી હતી. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં પૂણેના સિંહગઢ વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે ગટરની ચેમ્બરનું ઢાંકણું ફાટતાં પાંચ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. એક પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. સિંહગઢ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક રાઘવેન્દ્ર ક્ષીરસાગરે જણાવ્યું કે, આ ઘટના રવિવારે નર્હે વિસ્તારમાં બની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025