Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંચમહાલ LCB પોલીસની કામગીરી : હાલોલ-ગોધરા રોડ પર કન્ટેનરમાંથી રૂપિયા 33.64 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો

  • June 29, 2024 

પંચમહાલ જિલ્લા એલ.સી.બી પોલીસે હાલોલ ગોધરા હાઇવે રોડ પર આવેલ નવજીવન હોટલ પાસે નાકાબંધી કરી ટાટા કન્ટેનર વાહનમાંથી રૂપિયા 33.64 લાખનો વિદેશી દારૂ મળી કુલ 43.81 લાખના મુદ્દામાલ સાથે એક ખેપિયાને ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંથકમાંથી પ્રોહીબિશનની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટેની કામગીરી કરી રહેલ પંચમહાલ જિલ્લા એલ.સી.બી પોલીસ ગોધરા શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરએ પોતાના એલ.સી.બી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબિશનની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખીને રેડ કરવા વિવિધ સલાહ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.


જે અંતર્ગત કામગીરી કરી રહેલા પંચમહાલ જિલ્લા એ.સી.બી. પોલીસનાં એ.એસ.આઈ.ને બુધવારે રાત્રિનાં સુમારે અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કાલોલ તાલુકાનાં મલાવ ચોકડી બાજુથી એક ક્રેન વડે ટોચણ (ટોઈંગ) કરીને એક સફેદ કલરનું ટાટા 1109 મોડલ કન્ટેનર હાલોલ ગોધરા હાઇવે રોડ પર આવેલ હોટલ નવજીવન તરફ આવી રહ્યું છે જે ટાટા કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ભરેલો છે જે બાતમીના આધારે જિલ્લા એલ.સી.બી., પી.એસ.આઇ., એ.એસ.આઈ., અ.પો.કો., અને હાલોલ ટાઉન પોલીસ મથકના એ.એસ.આઈ.નાઓએ હાલોલ ગોધરા હાઇવે રોડ પર નવજીવન હોટલની સામે મુખ્ય રોડ પર નાકાબંધી કરી બાતમીવાળા ટાટા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું.


જેમાં પોલીસે ટાટા કન્ટેનરનાં ચાલક દિનેશભાઈ રમેશભાઈ વ્યાસ (મૂળ રહે.ફલોદી ગામ, એસ.ટી.સી સ્કૂલની પાસે, જિ.જોધપુર, રાજસ્થાન. હાલ,રહે.શીતલ નગર, ફ્લેટ નંબર 302, બિલ્ડીંગ નંબર-2 જૈન મંદિર સામે, વિરાર વેસ્ટ, તા.વસઈ, જિ.પાલગર, મહારાષ્ટ્ર)નાઓને ઝડપી પાડી ટાટા કન્ટેનરમાં તપાસ કરતાં એલ.સી.બી. પોલીસને કન્ટેનરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ બ્લ્યુ મલ્ટ વ્હિસ્કીના કવાના બોક્ષ નંગ 701 જેમાં કુલ 33,648 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 33,64,800/-નો વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


જેમાં પોલીસે વિદેશી દારૂ તેમજ ટાટા કન્ટેનર કિંમત 10,00,000/- એક મોબાઇલ ફોન કિંમત 10,000/- રોકડ રૂપિયા 6,650/- સહિત કુલ 43,81,450 /-રૂપિયાનો મુદ્દામાલ જપ્ત મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપાયેલ આરોપી દિનેશભાઈ રમેશભાઈ વ્યાસ તેમજ ટાટા કન્ટેનરનાં માલિક અને બીજા અન્ય પાંચ ઈસમો મળી સામે હાલોલ ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી હતી જેમાં જિલ્લા એલસીબી પોલીસની ટીમે આંતર રાજ્ય વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી આંતરરાજ્ય દારૂના ખેપીયાને વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો સાથે ઝડપી પાડી ગણના પાત્ર કે શોધી કાઢ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application