ગત તા.૨જી ઓકટોબર,૨૦૨૧થી તા.૧૪મી નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત 'પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ' તથા 'લીગલ સર્વિસ વીક'ના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આહવા ખાતે પ્રભાતફેરી સાથે સમાપન કરાયુ હતુ.
આહવા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તા.૧૪/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૮:૦૦ કલાકે આહવાના કોર્ટ કેમ્પસથી બંધારપાડાના પેટ્રોલપંપ સુધી સમાપન સમારોહ અંતર્ગત જનજાગૃતિ અર્થે પ્રભાત ફેરીનુ આયોજન કરાયુ હતુ. પોલીસ બેન્ડની સુરવાલીઓ વચ્ચે આયોજિત આ સમાપન કાર્યક્રમમા ન્યાયપાલિકા સાથે સંકળાયેલા કર્મયોગીઓ જોડાયા હતા.
ઉલ્લેખનિય છે કે, 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત નામદાર નાલ્સા, સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ ગત તા.૨/૧૦/૨૦૨૧થી તા.૧૪/૧૧/૨૦૨૧ દરમિયાન આહવા તાલુકાના તમામે તમામ ગામોમા અંદાજિત ૧૫૦થી વધુ કાનૂની શિક્ષણ શિબિર આયોજિત કરવામા આવી હતી. જેમા નિષ્ણાંત તજજ્ઞો દ્વારા કાયદાકિય જાણકારી આપવા સાથે, જનજાગૃતિ અર્થે સાહિત્યનુ પણ વિતરણ કરાયુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500