સુરત જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ નાથવા માટે પલસાણા પોલીસ મથકના બે માથાભારે ઈસમોને પાસા હેઠળ LCBની ટીમે જેલ ભેગા કર્યા હતા. નેશનલ હાઈવે ઉપર તેલ નો જથ્થો લઇ જતા ટેન્કર ચાલક સાથે મેળાપીપણામાં તેલ કાઢવા તેમજ ટ્રકો માંથી લોખંડના સળિયા પોતાના સાગરીતો સાથે કાઢી ચોરી કરવાની પ્રવૃતિ સાથે સંકળાયેલા ચિરાગ રેવાભાઈ ભરવાડ ( મેર ) રહે,જીજ્ઞેશ નગર સોસાયટી ગોડાદરા તેમજ
પરવેઝ મુસો બસિર પઠાણ રહે બલેશ્વર હવેલી ફળિયું તાલુકો પલસાણા વિરૂધ્ધમાં જિલ્લા કલેકટર દ્વારા પાસાનો વોરંટ ઇસ્યુ થતાં બી ડી શાહ પી આઇ એલસીબીએ ટીમ બનાવી આરોપીને પકડવાની તજવીજ પી એસ આઈ એમ બી સકોરિય,તેમજ આઇ એ સિસોદિયા,હેડ કોન્સ્ટેબલ ચિરાગ જયંતિલાલ અને અમરતજી રાધાજીને મળેલ બાતમી આધારે બંનેની અટકાયત કરી ચિરાગ રેવાભાઈ ભરવાડ ( મેર ) ને અમદાવાદ મધ્યસ્થ જેલ તેમજ પરવેઝ મુસો બસિર પઠાણને બરોડા મધ્યસ્થ જેલ ખાતે ખસેડવામાં આવતા બે નંબરી ધંધો કરનારાઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application