Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

  • May 13, 2022 

પલસાણાનાં કરાળા ગામેથી ગાંગપુર ગામે મિત્રના લગ્નમાં ડીજેના પ્રોગ્રામમાં નાચી મોડી રાતે મોટરસાયકલ પર પોતાના ઘરે પરત ફરી રહેલા મિત્રોને ઘર નજીક જ અકસ્માત નડતા એક મિત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં કરાળા ગામે ખાડી ફળિયામાં રહેતા કરણ શંકરભાઈ રાઠોડ (ઉ.વ.22) અને બાજુમાં રહેતો તેનો મિત્ર અક્ષય રમેશભાઇ રાઠોડ (ઉ.વ.19) સાથે બુધવારે મોડી રાતે પલસાણાના ગાંગપુર ગામે મિત્રના લગ્નમાં મોટરસાયકલ GJ/19/AG/3472 લઇ નાચવા માટે ગયા હતા.



જોકે, મોડી રાતે ઘરે પરત ફરતી વખતે કરણ ગામની હદમાં બસ સ્ટેન્ડ સામેના કટ પર મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રક નંબર HR/74/B/9759ના ચાલકે અડફતે લેતા મોટરસાયકલ સવાર બને મિત્ર ગંભીર રીતે ઘવાયા હતા બંને મિત્રોને મોડી રાતે 108 મારફતે રાહદારીઓએ સારવાર હેઠળ સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારે વહેલી સવારે કરણ રાઠોડનું મોત નીપજ્યું હતું. તેમજ અક્ષય રાઠોડને હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાય આવ્યું હતું. ઘટના અંગે મૃતકમાં મોટા ભાઈ અર્જુન રાઠોડે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application