Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરા-બારડોલી રોડ પર અજાણ્યા ટ્રક અડફેટે મહિલાનું મોત, પોલીસ તપાસ શરૂ

  • November 29, 2021 

સુરતનાં પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે રસ્તો ક્રોસ કરતાં એક મહિલા શિક્ષિકાને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા ખાતે આવેલ લીટલ ફ્લાવર સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને કડોદરા નગરના જલારામ નગરના ઘર નંબર-20માં રહેતા નીલમબેન કડોદરા-બારડોલી રસ્તો પસાર કરી રહ્યા હતા. તે સમય દરમિયાન એક અજાણ્યા ટ્રકના ચાલકે મહિલા શિક્ષિકાને અડફેટે લેતા તેમજ ટ્રકનું ટાયર તેમનાં પરથી પસાર થઈ જતા હાથ અને પગમાં ફેકચર થઈ માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108ની મદદથી ચલથાણ સંજીવની હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ. જોકે બનાવ અંગેની જાણ કડોદરા જીઆઇડીસી પોલીસને કરાતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application