Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાંગ્લાદેશીને બોગસ આધારકાર્ડ બનાવી આપનાર પાલઘરના એજન્ટને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો

  • January 06, 2024 

સુરત શહેર એસઓજીએ મોટા વરાછાના રામ ચોક વિસ્તારમાંથી ઝડપી પાડેલા ઘૂસણખોર બાંગ્લાદેશીને બોગસ આધારકાર્ડ બનાવી આપનાર મહારાષ્ટ્ર-પાલઘરના આધારકાર્ડ એજન્ટને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં પરિચીતના કહેવાથી 5 હજાર રૂપિયામાં આધારકાર્ડ બનાવ્યો હોવાની કબૂલાત કરી છે. ગત 1 જાન્યુઆરીના રોજ સુરત એસઓજીએ મોટા વરાછાના રામ ચોક વિસ્તારમાંથી ગેરકાયદે વસવાટ કરતા ઘૂસણખોર બાંગ્લાદેશી બહાદુર રફીકખા (ઉ.વ.28., રહે.રાજ એપાર્ટમેન્ટ, અંબોલી ચાર રસ્તા, અંબોલી, કામરેજ, સુરત અને મૂળ.બેંદચર, તા.કાલીયા,નોરાઇલ, બાંગ્લાદેશ)નાને ઝડપી પાડયો હતો.



કડિયા કામની મજૂરી કરતા બહાદુર પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ ઉપરાંત બાંગ્લાદેશનો જન્મનો દાખલો, બાંગ્લાદેશનો નેશનલ આઇડી કાર્ડ વિગેરે મળી આવ્યા હતા. એક સાથે બંને દેશના ઓળખના પુરાવા મળતા ચોંકી જનાર એસઓજીએ બહાદુરનો કબ્જો ઉત્રાણ પોલીસને હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી. બહાદુરની પૂછપરછના આધારે ઉત્રાણ પોલીસ ભુપેન્દ્ર અમરનાથ તિવારી (ઉ.વ.34., રહે.સી.એસ.સી સેન્ટર, શીવશક્તિ ધામ, વલાયપાડા રોડ, નાલાસોપારા-ઇસ્ટ, પાલઘર, મહારાષ્ટ્ર અને મૂળ.તલવલ,ગાજીપુર,યુ.પી)નાની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 6 વર્ષ અગાઉ બાંગ્લાદેશી એજન્ટને તેઓની કરન્સીના 20,000 ટાકા આપી શતખીરા જિલ્લાની સરહદ પરથી પ.બંગાળમાં પ્રવેશ કરી હાવડા સ્ટેશનથી સુરત આવ્યો હતો અને કડિયા કામની મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન પરિચીત હસ્તક રૂપિયા 5 હજારમાં ભુપેન્દ્ર પાસે બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે આધારકાર્ડ બનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application