જે વાત કહેવા મતે ૧૦૦૦ શબ્દો ઓછા પડે તે વાત ફક્ત એક ક્લીકથી કહેવાની કળા એટલે ફોટોગ્રાફી. માનવીય સંવેદનાઓને હચમચાવી નાખે તેવા ઈઝરાઈલ હમાસ યુદ્ધ વચ્ચે ગઝામાં પેલેસ્ટિનિયન રોઇટર્સના ફોટો જર્નાલિસ્ટ મોહમ્મદ સાલેમે લીધેલા એક ફોટોગ્રાફ માટે તેમણે પ્રતિષ્ઠિત વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર જીત્યો છે. તેમણે એક દુઃખદ ક્ષણને કેમેરામાં કેદ કરી હતી જેમાં એક મહિલા સફેદ કપડામાં લપેટેલા બાળકના શરીરને આલિંગન કરતી બતાવે છે - તીવ્ર દુઃખની શાંત ક્ષણ.
જયારે આ ફોટોગ્રાફ વિષે પત્રકાર મોહમ્મદ સાલેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ મહિલા ૩૬ વર્ષીય ઈનાસ અબુ મામર છે અને ફોટોમાં તેણે જે શરીરને પકડી રાખ્યું હતું તે તેની પાંચ વર્ષની ભત્રીજી સાલીનું હતું. આ તસવીર દક્ષિણ ગઝા પટ્ટીમાં ખાનયુનિસમાં ૧૭ ઓક્ટોબરે નાસેર હોસ્પિટલના શબઘરમાં લેવામાં આવી હતી, જ્યાં રહેવાસીઓ ગુમ થયેલા સંબંધીઓને શોધવા જઈ રહ્યા હતા. "તે હૃદયને ધમરોળીને ઉદાસ કરનારી ક્ષણ હતી, મને લાગ્યું કે આ ફોટોગ્રાફ ગાઝા પટ્ટીમાં શું થઈ રહ્યું છે તેના વ્યાપક અર્થ દર્શાવે છે. મારા માટે આ ક્ષણ ખાસ કરીને કરુણ હતી કારણ કે મારી પત્નીએ થોડા દિવસો પહેલા જ એક બાળકને જન્મ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application