Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં તારીખ ૧૧ અને ૧૨ માર્ચ નારોજ પલાશ પર્વ ઉજવાશે

  • March 02, 2025 

ગુજરાત સરકારનાં રમત ગમત,યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર, તાપી દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ વ્યારાના સયાજી ગ્રાઉન્‍ડ ખાતે હોળી મહોત્સવ નિમિતે “પલાશ પર્વ”ની ઉજવણી ૧૧-૧૨ માર્ચના રોજ કરવામાં આવશે. આ પર્વ ની ઉજવણી નિમિત્તે વિવિધ આદિવાસી જૂથો દ્વારા પરંપરાગત સંગીતકળા, વાદ્યકળા, નૃત્યકળા તેમજ વિવિધ આદિવાસી વાનગીઓના સ્ટોલ પણ રાખવામાં આવનાર છે.


આ પલાશ પર્વમાં પોલીસ બેન્ડ, સુશોભિત બળદ ગાડાઓ, ગ્રામીણ સંસ્કૃતિ, તેમજ વિવિધ વાધ્યો દ્વારા કલાકારો મનોરંજન પીરસશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઢોલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. ૨ દિવસીય કાર્યક્રમમાં બહારના જિલ્લાઓમાંથી કલાકારો આવશે. વ્યારા જિલ્લા સેવા સદન માટે કાર્યક્રમની તૈયારીને લઈને અધિક નિવાસી કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતો. જેમાં કાયક્રમને લગતી મુખ્ય કામગીરી, પાર્કિંગ, સ્ટોલ, પાણી-ભોજન જેવી વ્યવસ્થાઓ, સેલ્ફી બુથ, પ્રચાર પ્રસાર, સંસ્કૃતિક કૃતિઓ જેવી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે પ્રાંત આધિકારી શ્રી સંદીપ ગાયકવાડને ચાર્જ સોપવામાં આવેલો છે. અધિકારીઓએ ફિલ્ડ વિઝીટ કરી સમારંભને સફળ બનાવવા માટે કામગીરી આદરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application