પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં એક ખિલાડીનાપર્ફોર્મન્સના ચર્ચાઓ થઈ રહી છે, પાકિસ્તાન ક્રિકેટ ટીમનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી ત્રણ હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રિઝવાને આ સિદ્ધિ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝની બીજી T20 મેચમાં હાંસલ કરી હતી. 31 વર્ષના રિઝવાને આ મેચમાં 45 રનની અણનમ ઇનિંગ રમી હતી. રિઝવાને19મો રન પૂરો કરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. રિઝવાનની શાનદાર ઇનિંગના આધારે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ દ્વારા આપેલા 91 રનનાલક્ષ્યાંકને12.1 ઓવરમાં3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
મોહમ્મદ રિઝવાને79મી T20 ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં 3000 રનનો આંકડો પાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના રેકોર્ડ તોડી નાખ્યા હતા. બાબર અને વિરાટે એસ સરખી 81 ઇનિંગ્સમાં3000 T20 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા હતા. રિઝવાનT20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3000 કે તેથી વધુ રન બનાવનાર એકંદરે આઠમો બેટ્સમેન છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોહલીના નામે છે જેણે 117 મેચમાં4,037 રન બનાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application