પાકિસ્તાનમાં શાહબાઝ સરકારની સરમુખત્યારશાહી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ટેલિવિઝન સ્ટેશન એઆરવાય ન્યૂઝના પ્રસારણ પર દેશના નિયમનકારી અધિકારીઓએ પ્રતિબંધ લગાવી દીધો છે.
આ ચેનલના વરિષ્ઠ પત્રકાર અમ્માદ યુસુફની પણ ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ARY ન્યૂઝ પાકિસ્તાનનું સૌથી મોટું પ્રાઈવેટ બ્રોડકાસ્ટર છે. એઆરવાય ન્યૂઝે તેના પત્રકારની ધરપકડ બાદ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. ન્યૂઝ ચેનલે કહ્યું છે કે કરાચી પોલીસે અમારા પત્રકારની મધ્યરાત્રિએ તેમના ઘરનો મુખ્ય દરવાજો તોડીને બળજબરીથી ધરપકડ કરી છે. તમામ પોલીસકર્મીઓ સાદા કપડામાં હતા. પીટીઆઈ નેતા મુરાદ સઈદે વરિષ્ઠ પત્રકારની મોડી રાત્રે થયેલી ધરપકડની આકરી નિંદા કરી હતી.
ચેનલ પર ગંભીર આરોપો
એક ખાનગી અખબારના અહેવાલ અનુસાર,નિયમનકારી વોચડોગ PEMRAએ આક્ષેપ કર્યો છે કે ચેનલ ખોટી, દ્વેષપૂર્ણ અને દેશદ્રોહી સામગ્રી પ્રસારિત કરી રહી છે. ચેનલનું આ પ્રસારણ સશસ્ત્ર દળોની અંદર બળવાખોરીને ઉશ્કેરીને રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્પષ્ટ અને વર્તમાન જોખમ સાથેના સંપૂર્ણ પ્રચાર પર આધારિત હતું. ન્યૂઝ આઉટલેટ્સને આપેલી નોટિસમાં,રેગ્યુલેટરી વોચડોગે ન્યૂઝ એન્કરને પક્ષપાતી ગણાવી હતી. PEMRA એ ચેનલના CEOને આજે (10 ઓગસ્ટ) સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500