પાકિસ્તાનનાં અધિકારીઓેએ દેશના જળ ક્ષેત્રમાં અનઅધિક્રુત રીતે માછીમારી કરવાના આરોપી 16 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી તેમજ 2 હોડીઓ જપ્ત કરી છે. આ માહિતી પાકિસ્તાનનાં અધિકારીએ ગતરોજ આપી હતી. પાકિસ્તાન સમુદ્રી સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે, તેમના એક જહાજે પાકિસ્તાનની સમુદ્રી સીમાનાં નિયમિત પેટ્રોલિંગ સમયે 16 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.
જોકે તેમની 2 હોડીઓને જપ્ત કરી હતી ત્યારબાદ ધરપકડ મંગળવારે કરવામાં આવી હતી જેની જાણકારી પાકિસ્તાને મંગળવારે આપી હતી. તેમણે તેમના નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય માછીમારોને પાકિસ્તાની સમુદ્રી સીમા અને સંયુકત રાષ્ટ્રનાં કાયદાના ઉલ્લંઘન બદલ પકડવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસ પછી હોડીઓને કરાંચી લઈ જવામાં આવી હતી અને પકડાયેલા માછીમારોને ર્ડાક્સ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન નિયમિત રૂપે એકબીજાનાં માછીમારોની ધરપકડ કરતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application