પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર સતત બીજા દિવસે પણ બંધ રહી હતી. બંને દેશો વચ્ચે ઉશ્કેરણી વગરના ફાયરિંગ બાદ તણાવ વધી ગયો છે. ચમન સરહદ, જેને ફ્રેન્ડશીપ ગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પાકિસ્તાનનાં બલૂચિસ્તાનને અફઘાનિસ્તાનના કંધાર સાથે જોડે છે, એક સશસ્ત્ર અફઘાન દ્વારા કથિત રીતે પાકિસ્તાનમાં ઘૂસીને અને સુરક્ષા સૈનિકો પર હુમલો કર્યા બાદ ગોળીબાર બંધ થઇ ગયો હતો.
આ હુમલા બાદ પાકિસ્તાની અને અફઘાન સરહદી સૈનિકો વચ્ચે કલાકો સુધી ગોળીબાર થયો હતો, જેણે બંને પડોશીઓ વચ્ચેની મુખ્ય વેપાર સરહદ બંધ કરી દીધી હતી. આ દરમિયાન, અફઘાનિસ્તાન તરફથી ગોળીબાર બાદ પાકિસ્તાને સુરક્ષાના કડક પગલાં લીધા છે. સરહદ સતત બીજા દિવસે બંધ રહી અને તમામ રાહદારીઓની અવરજવર અને વ્યવસાયિક ગતિવિધિઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500