Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાકિસ્તાન ઇન્ટર એરલાઇન્સે ઇંધણ ન હોવાના કારણે ૪૮ ફ્લાઇટ રદ કરી

  • October 19, 2023 

અત્યંત વિપરીત નાણાકીય સ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનની સામે નવી કટોકટી આવી છે. દેશની ખાડે ગયેલી એરલાઇન્સ કંપની પાકિસ્તાન ઇન્ટર એરલાઇન્સે  ઇંધણ ન હોવાના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રુટ પર ૪૮ ફ્લાઇટ રદ કરી છે. બાકી નીકળતી રકમ અને સંચાલનના મુદ્દાને લઈને ઇંધણ પૂરા પાડવા પર પ્રતિબંધના કારણે પીઆઇએના ઉડ્ડયન સંચાલન પર અસર પાડી છે.


પીઆઇએના એક પ્રવક્તાએ પાકિસ્તાની અખબાર ધ ડોનને જણાવ્યું હતું કે ડેઇલી ફ્લાઇટ માટે મર્યાદિત ઇંધણ પુરવઠા અને સંચાલન સંલગ્ન મુદ્દાઓના કારણે ઉડ્ડયન રદ કરી દેવામાં આવ્યા છે. કેટલીક ફ્લાઇટ્સને રિશેડયુલ કરવામાં આવી છે. બાકી રકમની ચૂકવણીની ન કરવાની સાથે-સાથે સંચાલન સંલગ્ન મુદ્દાઓના લીધે ઇંધણનો પુરવઠા પર પ્રતિબંધે મંગળવારે પણ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના ઉડ્ડયન સંચાલનને પ્રભાવિત કર્યુ હતું. તેના લીધે ખોટમાં ચાલતા સરકારી માલિકીની એરલાઇન્સે કમસેકમ ૨૪ ડોમેસ્ટિક અને ૧૨ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવી પડી. પીઆઇએએ જણાવ્યું હતું કે બે ડઝનથી વધારે ફ્લાઇટ્સમાં ૧૬ આંતરરાષ્ટ્રીય અને આઠ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ફ્લાઇટ્સમાં મોડું થવાની સંભાવના છે. આમ બધુ થઈને કુલ ૪૮ ફ્લાઇટ્સ પર અસર પડી છે.



ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ઉપરાંત દુબઈ, મસ્કત, શારજાહ, અબુધાબી અને કુવૈત જનારી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. પીઆઇએના દાવો છે કે રદ કરાયેલી ફ્લાઇટ્સના પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઇટ્સમાં ગોઠવવામાં આવ્યા છે. સરકારી કંપની પાકિસ્તાન સ્ટેટ ઓઇલ (પીએસઓ) દ્વારા બાકી નીકળતી રકમની ચૂકવણીના લીધે પુરવઠો પૂરો પાડવાનું બંધ કરવામાં આવતા પીઆઇએના વિમાનોમાં ઇંધણના પુરવઠાની અછત જોવા મળી રહી છે. પીઆઇએની વિનંતી છતાં સરકારે તેના સંચાલન માટે ૨૩ અબજ રુપિયા આપવાનો ઇન્કાર કર્યો છે. તેના લીધે સરકારી કંપનીની સ્થિતિ વધુ બગડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application