Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પદમડુંગરી ઇકો ટુરિઝમ કેમ્પસ બન્યું ‘નો પ્લાસ્ટિક ઝોન’

  • September 22, 2021 

તાપી જિલ્લાના વનવિભાગમાં આવેલી ઉનાઈ રેન્જમાં આવેલી પદમડુંગરી ઇકો ટુરિઝમ સાઇટ જે ભરપૂર સૌંદર્ય તેમજ આહલાદક વાતાવરણ અને અંબિકા નદીના સાનિધ્યયમાં આવેલું રમણીય સ્થળ છે અને ઇકોલોજીની દૃષ્ટિએ સહેલાણીઓ પ્લાસ્ટિક કચરા બાબતે કોઈ જાગૃતતા નહીં દર્શવાતા જેના કારણે ટુરિઝમ પર પ્લાસ્ટિક કચરાને કારણે પ્રકૃતિને નુકસાન થતું હોય છે. અહીં આવતા સહેલાણીઓ દ્વારા વેફર્સ, પાણીની બોટલો, પ્લાસ્ટિક ડીસ-ગ્લાસ જેવી વસ્તુ સાથે લાવી ઉજાણી કરી તમામ વસ્તુઓ ત્યાં જ ઢગ કરી જતા હોય છે અને પ્રાકૃતિક ઇકોટુરિઝમ સ્થળને ગંદુ કરી પ્રકૃતિને નુકસાન પહોંચાડતા હોય છે. જેથી પ્રાકૃતિક સુંદર સ્થળની પ્લાસ્ટિક કચરાના કારણે ખરાબ સ્થિતિ થઈ હતી. આ અરસામાં ઉનાઈ રેન્જમાં આર.એફ.ઓ તરીકે રૂચિબેનની નિમણૂક થઈ હતી. આર.એફ.ઓ તરીકે નિમણુક થતા રુચિબહેને ઉનાઈ રેન્જમાં આવતું ઇકો ટુરીઝમ પદમડુંગરીની મુલાકાત લીધી હતી. જ્યાંની દુર્દશા જોઈ આર.એફ.ઓ.એ સ્વચ્છ, પ્રદુષણમુક્ત પદમડુંગરી ઇકો ટુરીઝમ અભિયાન શરૂ થયું. જે બાદ અનેક સ્થળોએથી તમામ પ્લાસ્ટિક એકત્ર કરી લેવામાં આવ્યું, ઈકો ટુરીઝમને નોન પ્લાસ્ટિક ઝોન બનાવવા હેતુસર કેમ્પસના એન્ટ્રી ગેટ પરથી પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ કરવામાં આવી હતી. કેન્ટીનમાં પ્લાસ્ટિકના વેપર્સવાળી વસ્તુ નહીં વેચવી એવું નક્કી થયું. હવે અગત્યનું પાણી પ્યોરીફાય કરવાનો પ્લાન્ટ નંખાયો અને કાચની બોટલમાં અંબિકા નદીનું જ પાણી શુદ્ધ કરી વેચવાનું નક્કી થયું, બોટલ ખરીદનારે ૧૦ રૂપિયા પાણીના અને ૩૦ રૂપિયા બોટલના ડિપોઝીટ પેટે આપવાના, બોટલ પરત કરે તો 30 રૂપિયા પરત મળી જાય, આ અભિયાન ૧૦૦ ટકા સફળ થયું છે.

 

 

 

 

 

આમ, મશીનના સંચાલનથી લઈને પેકેઝડ પાણી વિતરણ સુધીની પ્રક્રિયાના તમામ પગલાં સ્થાનિક લોકો સંભાળે છે. લાંબા ગાળે આ સમગ્ર પ્રયાસને ટકાવી રાખવા માટે આ જરૂરી છે. પદમડુંગરી ઇકો-ટુરિઝમ સેન્ટરને વાસ્તવિક અર્થમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે આ ઘણી સારી પ્રવૃત્તિનો એક ભાગ છે અને અમારી પહેલ માટે અમને મુલાકાતીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. (રૂચીબેન દવે, આર.એફ.ઓ, ઉનાઇ રેન્જ, વ્યારા વનવિભાગ)

 

 

 

 

​​​​​​​
વધુમાં પ્રાકૃતિક વન્ય સંપદાને સ્વચ્છ રાખવું એ આપણા તમામ લોકોની ફરજ છે. ટુરિઝમમાં આવતા દરેક સહેલાણીઓ પ્લાસ્ટિક કચરા બાબતે સજાગ થાય પ્લાસ્ટિક કચરોએ પ્રાકૃતિક સૌંદર્યને તેમજ જંગલોને નુકસાન કરતો હોય જેથી દરેક વ્યક્તિએ ‘સિંગલ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ અભિયાનને સફળ બનાવવા સહયોગ આપવો જોઈએ. દરેક ઇકો ટુરિઝમોએ પદમડુંગરીમાં સફળ થઈ રહેલા ‘સિંગલ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ અભિયાનને અનુસરવાની જરૂરત છે. (આનંદકુમાર, ડીસીએફ, વ્યારા વનવિભાગ)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application