જૂનાગઢમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ની રાત્રે તેનાં ઘરે તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ હતી. જૂનાગઢમાં પોલીસ લાઈન ક્વાર્ટર નંબર બી ૫/૬૦ ખાતે રહેતા અને બી ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિંમતભાઈ દેવેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૪૯) ગત રાતે ઘેર હતા તે દરમ્યાન રાત્રે સાડા દસથી અગિયાર વાગ્યા આસપાસ એકાએક ચક્કર આવી જમીન પર ઢળી પડયા હતા. તબિયત લથડવાના બનાવમાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેને લોહીની ઉલટી થયા બાદ આઈસીયુ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી હતી.
જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. હિંમતભાઈ અગાઉ ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા હતા. ત્યારબાદ જૂનાગઢ બદલી થઈ હતી અને છેલ્લા એક વર્ષથી જૂનાગઢ બી ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસ કર્મીનું નિધન થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ છે. બનાવ અંગે હિંમતભાઈના પુત્ર ધવલભાઈએ પિતાની તબિયત લથડયા બાદ સારવાર દરમ્યાન મોત થયા અંગે જાહેર કર્યું હતું. બનાવના પગલે પીએસઆઇના વતન જાફરાબાદના કડીયાળી ગામે શોક વ્યાપ્યો હતો. પીએસઆઇના મૃતદેહને જાફરાબાદ ખાતે લાવી અને અંતિમવિધિ કરાઇ હતી. આ તકે જાફરાબાદ પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application