તાપી
જિલ્લા એલસીબીએ વ્યારાના ઉમરકુઈ ગામના ખારી ફળીયામાં અને ડોલારા ગામના એરિયામાં
ચાલતા દારૂના જુદાજુદા અડ્ડા પર દરોડા પાડ્યા હતા જયારે વ્યારા પોલીસે પણ ઉમરકુઈ ગામના
ગામીત ફળીયામાં દરોડા પાડી કસુરવારો સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં બે
આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જયારે બે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી
માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો શુક્રવાર નારોજ વ્યારા
પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને
મળેલ બાતમીના આધારે ગામડાઓમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર જુદીજુદી જગ્યા પર દરોડા
પાડ્યા હતા.
વ્યારાના
ડોલારા ગામના ડુંગરી ફળીયામાં રહેતો દુરસિંગભાઈ ઉકડીયાભાઈ ગામીતને ત્યાં દરોડા
પાડવામાં આવતા દુરસિંગભાઈએ પોતાના ઘરના છાપરામાં વેચાણ અર્થે સંતાડી મુકેલ ઈંગ્લીશદારૂ/દેશી
સુગંધીસંતરાની કુલ બાટલીઓ નંગ-૬૦ના પ્રોહી મુદ્દામાલ સાથે દુરસિંગને ઝડપી પાડવામાં
આવ્યો હતો.પોલીસની તપાસમાં વ્યારાના ખુરદી ગામનો અશોક ગામીતનો શખ્સ દારૂની બાટલીઓ
આપી ગયો હોવાનું જાણવા મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
જયારે બીજા બનાવમાં વ્યારાના ઉમરકુઈ ગામના ખારી ફળીયામાં રહેતો માનસિંગભાઈ ગાંગજીભાઈ ચૌધરીને ત્યાં એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે માનસિંગને સાથે રાખી તપાસ કરતા
આરોપીએ તેના ખેતરના બાજુમાં બનાવેલ છાપરામાં સંતાડી મુકેલ એક મીણીયા થેલીમાંથી દારૂની-૪૮
બાટલીઓ મળી આવી હતી. જયારે ત્રીજા બનાવમાં વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ ઉમરકુઈ ગામના
ગામીત ફળીયામાં રહેતો અને અગાઉ દારૂના ધંધો કરતો દાનસિંગભાઈ બાલુભાઈ ગામીતને દરોડા
પાડવામાં આવતા ઘરની બાજુમાં આવેલ પજારી માંથી દેશીદારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી
દાનસિંગ ગામીત ઘરે હાજર મળી ન આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ પોલીસની
ત્રણ જુદીજુદી રેડમાં દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જયારે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500