ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાનશ્રી ગુજરાત આવવાના છે, ત્યારે 1 મે 2024 ગુજરાત સ્થાપના દિવસે દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવારો માટેવડાપ્રધાનશ્રીનરેન્દ્રમોદી પ્રચાર કરશે. લીમખેડામાંપી. એમ મોદી જંગી જાહેર સભાને સંબોધશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વાર વડાપ્રધાનશ્રી મોદી વતનમાં આવશે. ગુજરાતની 26 માંથી 26 બેઠકો કબજે કરવાનો ભાજપનો પ્રયત્ન છે. પી. એમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે પ્રચાર અને સભા કરશે. પીએમ મોદી પંચમહાલ લોકસભના ઉમેદવાર રાજપાલસિંહજાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનના આગમનને પગલે જિલ્લા ભાજપ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરૂ દેવાઈ છે. 1લીમેએ ગુજરાત સ્થાપના દિવસ હોવાથી પીએમમોદીની આ મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application