વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ચ મહિનાથી સતત ગુજરાતના પ્રવાસો યોજવામાં આવી રહ્યા છે ત્યારે તેઓ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 6 નવેમ્બરના રોજ તેમનો ગુજરાત પ્રવાસ યોજાય તેવી શક્યતાઓ છે. પીએમ મોદીના પ્રવાસને લઈને અત્યારે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. પીએમ મોદી ગુજરાતમાં આગામી સમયમાં એક પછી એક સભાઓ ગજવશે.
ગત વખતે 2017માં પણ પીએમ મોદીએ પ્રચંડ પ્રવાસ ગુજરાતમાં કર્યો હતો ત્યારે માર્ચ મહિનાથી લઈને સતત તેમના પ્રવાસો ગુજરાતમાં થયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ત્યારે તેમના પ્રચારને લગતા પ્રવાસોમાં તેઓ જાહેરસભાને સંબોધન કરતા જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 નવેમ્બરે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જાહેર સભાઓને સંબોધશે. આ ઉપરાંત ભાવનગરમાં પણ એક જ દિવસે સમૂહ લગ્નમાં હાજરી આપે તેવી શક્યતાઓ છે. તાજેરમતાં જ પીએમનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો અને તેમાં તેમણે મોરબી દુર્ઘટના બાદ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને સંવેદના પાઠવી હતી. ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીની આ પ્રથમ ગુજરાત મુલાકાત હશે. જ્યાં તેઓ ભાવનગરમાં સમૂહ લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે આ પછી તેઓ સુરેન્દ્રનગર અને વલસાડમાં પણ સભાઓ સંબોધશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500