ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમએની ડિગ્રી રજૂ કરવાના કેન્દ્રીય માહિતી આયોગના આદેશને ફગાવી દીધો છે. આ સિવાય હાઈકોર્ટે દિલ્હીનાં સીએમ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. PMની ડિગ્રી માંગવાના મામલે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, વડાપ્રધાન કાર્યાલય (PMO)એ તેમની ગ્રેજ્યુએશન ડિગ્રીનું પ્રમાણપત્ર આપવું જરૂરી નથી. જસ્ટિસ બિરેન વૈષ્ણવે PMOનાં જાહેર માહિતી અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીના PIOને PM મોદીની ડિગ્રીની વિગતો આપવા માટે નિર્દેશ આપતા મુખ્ય માહિતી આયોગ (CIC)ના આદેશને બાજુ પર રાખ્યો હતો.
કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માંગી હતી. કેન્દ્રીય માહિતી આયોગના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટી વતી હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પંચે વડાપ્રધાનની ડિગ્રી બતાવવાનો આદેશ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમણે 1978માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, ત્યારબાદ 1983માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500