કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. PM મોદીએ ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ આજે રસી લીધી એ વિરોધીઓને જવાબ છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓની એક જ વાત હતી કે પહેલા ફ્રન્ટલાઈન વર્કરને વેકસીન મળવી જોઈએ. આજે નિયમ મુજબ તેઓએ સરકારી હોસ્પિટલમાં વેકસીન લીધી છે. આત્મનિર્ભર ભારત હેઠળ બનેલી વેકસીન માટે દેશને ગૌરવ છે. તેમણે કહ્યું કે દેશ અને રાજ્યના દરેકને વેકસીન લેવા વિનંતી છે. સરકારે બનાવેલા નિયમોનું પાલન કરીને દરેકે વેકસીન લેવી જોઈએ. આ ઉપરાંત કોરોનાના નવા સ્ટ્રેન અંગે તેમણે કહ્યું કે નવા આવી રહેલા સ્ટ્રેન અંગે સરકાર દેખરેખ રાખી રહી છે. હાલ કોઈ ને ગભરાવવાની જરૂર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application